સણવા સીમમાંથી ખેતરમાં વાવેલ વનસ્પતિજન્ય ગાંજાના નશીલા પદાર્થ ના છોડ નંગ-૩૫ સાથે એક ઇસમને પકડી પાડતી આડેસર પોલીસ

મે.પોલીસ મઠા નિરીક્ષકથી ચિરાગ કોરડીયા સાઠેબ, બોર્ડર રેન્જ ભુજ તથા મે .પોલીસ અધિક્ષડથી સાગર બાગમાર સાહેબ, પૂર્વ કચક ગાંધીધામનાઓ દ્વારા “NO DRUGS IN KUTCH CAMPAIGN” અંતર્ગત ગેરકાયદેસર કેફી અને માદક પદાર્થના રોવન, હેરફેર, વેપારની પ્રવૃત્તિને સંપૂર્ણપણે નેરતનાબુદ કરવા. તેમજ ગેરકાયેદર માદક પદાર્થના કેસો શોધી કાઢવા સુચના આપેલ હોય.જે અનુસંધાને મે.ના.પો.અધિ.શ્રી સાગર સાંબડા સાહેબ, ભચાઉ વિભાગ ભચાઉ નાઓના માર્ગદર્શન મુજબ જે.એમ.પાળા, પોલીસ ઈન્સપેક્ટર, આડેસર પોલીસ સ્ટેશન નાઓએ આવી પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર વોચ રાખવા જરૂરી સુચના આપેલ હોય.

જે અનુસંધાને આડેસર પોલીસ સ્ટેશનના પો.હેડ.કોન્સ. ગાંડાભાઈ અણદાભાઈ તથા વિજયસિંઠ સહદેવાિંઠ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકિકત આધારે ચણવા ગામની છરીયા ગ્રીમ વિસ્તારમાં આવેલ પ્રભુ નારણ કોલી, રહે.ફુલપરા વાંઢ,તા.રાપર વાળાના ખેતરમાં પંચો સાથે રેઈડ કરતા આરોપીના કબ્જા ભોગવટાના ખેતરમાં આવેલ પીલુડીના ઝાડની દક્ષીણ બાજુ ગે.કા રીતે ગાંજાના લીલા છોડ નંગ-૩૫ નુ વાવેતર કરેલ હોવ જે ગાંજના – ૩પ છોડનું વજન ૭.૯૨૦ કિ.ગ્રા કિ.રૂ.૭૯,૨૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવેલ હોય જેથી મજકુર ઈરામ વિરુધ્ધ એન.ડી.પી.એસ.એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરી આગળની તપાસ પોલીસ ઈન્સપેક્ટર ગાગોદર પોલીસ સ્ટેશનને સોપવામાં આવેલ છે.

– આરોપીનુ નામ સરનામું :-

(૧) પ્રભુભાઈ નારણભાઈ કોલી, ઉ.વ.૪૨, રહે.ફુલપરાવાંટ, તા.રાપર

– મુદ્દામાલની વિગત

(૧) ગાંજાના લીલા છોક નંગ-૩૫ જેનુ વજન ૭.૯૨૦ કિ.ગ્રા. જેની કિ.રૂ.૭૯,૨૦૦/- (૨) મોબાઈલ ફોન નંગ-૦૧ જેની કિ.રૂ.૫૦૦૦/- એમ કુલ કિ.રૂ.૮૪,૨૦૦/-

ડામગીરી કરનાર અધિ/કર્મચારી

આ કામગીરી શ્રી જે એમ વાળા, પોલીસ ઈન્સાપેક્ટર, આડેસર પોલીસ સ્ટેશન તથા પો.હેડ કોન્સ. ત્રાંડાભાઈ અણદાભાઇ તથા વિજયસિંહ સહદેવસિંઠ તથા જયદિપરિાંઠ વિરેન્દ્રરાંઠ તથા ભરતજી વદનજી તથા પો.કોન્સ. ઈશ્વરભાઈ અમરાભાઈ તથા મેહુલભાઈ નાથાભાઈ તથા રાહુલભાઈ વિભણભાઈ તથા જેઠાભાઈ લખમણભાઈ તથા રામગ૨ મોઠનગર તથા રમેશભાઈ બેચરાભાઈ વિગેરે નાઓ દ્વારા કરવામાં આવેલ છે.

About JAYENDRA UPADHYAY

Check Also

ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ

બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?