રશિયાની કોવિડ -19 રસી ‘સ્પુતનિક વી’ વિકસિત કરનારા વૈજ્ઞાનિકોમાંના એક આન્દ્રે બોતિકોવની અહીં તેમના નિવાસસ્થાને બેલ્ટ વડે ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. રશિયન મીડિયાના તેમની હત્યાની ખબર વહેતી થઈ છે જે પછી બહાર ફેલાઈ હતી. ગામાલિયા નેશનલ રિસર્ચ સેન્ટર ફોર ઇકોલોજી એન્ડ મેથેમેટિક્સમાં વરિષ્ઠ સંશોધક તરીકે કામ કરતા 47 વર્ષીય બોતિકોવ ગુરુવારે તેમના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે તેમના હત્યારા યુવાનને ઝડપી લીધો હતો.
47 વર્ષીય બોતિકોવની તેમના ઘેર એક યુવાન સાથે ઉગ્ર દલીલો થઈ હતી, તેમની વચ્ચે ઝગડો પણ થયો હતો જે પછી યુવાને તેણે પહેરેલો બેલ્ટ કાઢીને વૈજ્ઞાનિકનું ગળું ભીંસી દીધું હતું અને ફરાર થઈ ગયો હતો.
કોણ હતા બોતિકોવ
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કોવિડ રસી પર કામ કરવા બદલ 2021માં બોતિકોવને ‘ઓર્ડર ઓફ મેરિટ ફોર ધ ફાધરલેન્ડ’ એવોર્ડથી સન્માનિત કર્યાં હતા. બોતિકોવ એ 18 વૈજ્ઞાનિકોમાંના એક હતા જેમણે 2020 માં ‘સ્પુતનિક વી’ રસી વિકસાવી હતી.