અમદાવાદના પતિએ જ પત્નીની હત્યા કરાવી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ વેજલપુરમાં 6 મહિના અગાઉ થયેલી મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો છે. પોલીસની તપાસમાં થયો

વેજલપુરમાં મહિલાની હત્યા કેસમાં પતિ IB ઓફિસર રાધાકૃષ્ણ દુધેલાની ધરપકડ કરી છે.પતિએ સોપારી આપીને પત્નીની હત્યા કરાવી હોવાનો ખુલાસો થયો છે.

શ્રીનંદનગર સોસાયટીના વિભાગ-2ના એફ બ્લોકના એક મકાનમાંથી મનીષા દુધેલા નામની મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે, પ્રાથમિક તબક્કે પોલીસે અકસ્માતે મોત નોંધી આ અંગે તપાસ શરૂ કરતાં ડોક્ટરના રિપોર્ટમાં મહિલાની હત્યા થઈ હોવાનું ફલિત થયું હતું. જેને પગલે વેજલપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ માટે ટીમો કામે લાગી હતી. આ મહિલાની હત્યા કરનારા શખ્સોને પકડવા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી.

સોસાયટીમાંથી પસાર થતા બે શકમંદો નજરે પડ્યા હતા. ત્યારબાદ અલગ-અલગ સીસીટીવી ફૂટેજ આધારે આ બંને પલ્સર બાઈક લઈ મકરબા વિસ્તારમાંથી નીકળ્યા હોવાનું જાણવા મળતા પોલીસે વાહનને લઈને તપાસ કરતા આ વાહન રોયલ બ્રધર્સથી ભાડે લીધું હોવાનું અને ભાડે લેનાર તેલંગણાનો હોવાનું ખુલ્યું હતું. જેથી આ માહિતીના આધારે આરોપીને પકડવા પોલીસની એક ટીમ તેલંગાણા રવાના થઈ હતી. જ્યાં વાહન ભાડે લેનાર આરોપી ખલીલુદ્દીન સૈયદની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પૂછપરછમાં હત્યાનો ભેદ ઉકેલાયો હતો. મનીષા દુધેલાના પતિ રાધાકૃષ્ણ દુધેલાએ સોપારી આપીને તેમની હત્યા કરાવી હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું હતું.

LCBની ટીમે ખલીલઉદ્દીન સૈયદની પ્રાથમિક પૂછપરછ કરતા ચોંકાવનારી હકીકત સામે આવી હતી. પૂછપરછમાં જણવા મળ્યું હતું કે મૃતક મનિષાબેનના પતિએ હત્યા અંગે કાવતરું ઘડ્યું હતું અને ખલીલઉદ્દીન સાથે જૂનો પરિચય હોવાથી મનિષાબેનના પતિ એ જ આ કામ તેને સોંપ્યું હતું. મહત્વનું છે કે મૃતક મનિષાબેનના પતિ ઈન્ટેલિજન્ટ બ્યુરોમાં પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવે છે અને પારિવારિક તકરારના કારણે મનિષાબેનનું કાસળ કાઢી નાખવા હત્યાનો પ્લાનિંગ કરવામાં આવ્યો હતો.

About chanchal bhuj bhuj

Check Also

કેનેડાનાં પરમેનન્ટ રેસીડેન્સ (પી.આર.) વિઝા આપવાનો વિશ્વાસઘાત આચરનાર બંટી/બબલી ને પકડી પાડતી સી.આઇ.ડી.ક્રાઇમ ગાંધીનગર.

સને-૨૦૨૧-૨૨ નાં વર્ષ દરમ્યાન “ન્યુ પાથ કેરિયર સોલ્યુસન પ્રા.લી.” નામે કંપની ખોલી આરોપી નં.(૧) ઋષિકેશ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?