અમેરિકાથી ચીન સુધીની કંપનીઓમાં શરૂ થયેલી છટણીની પ્રક્રિયા હજુ પણ ચાલુ છે
ભારતમાં પણ છટણીઓ શરૂ થઈ ગઈ છે. બાયજુ (BYJU)એ એક જ ઝટકે 1,100થી વધુ લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. તો અનએકેડમી (Unacademy), વેદાન્તુ (Vedantu), લીડો (Lido), ફ્રનટ્રો (Frontrow) એડટેક કંપનીઓએ પણ હજારો કર્મચારીઓની છટણી કરી હતી.
ભારતમાં ત્રીજી સૌથી મોટી સોફ્ટવેર કંપની HCL Technologiesએ વૈશ્વિક સ્તરે મોટી છટણી કરતી વખતે 350 કર્મચારીઓને કાઢ્યા હતા. તો Cars24 નામની ઈ-કોમર્સ કંપનીએ 600 કર્મચારીઓને છૂટા કર્યા હતા. કંપનીએ પહેલા 200 કર્મચારીઓને બહાર કાઢ્યા હતા, જ્યારે થોડા સમય પછી 424 અન્ય કર્મચારીઓને કાઢ્યા હતા.
એક રિપોર્ટ મુજબ, ઓનલાઇન ફૂટ ડિલિવરી પ્લેટફોર્મ સ્વિગીએ પણ તેના 380 કર્મચારીઓને છૂટા કરી દીધા છે.