અમદાવાદના નિકોલ વોર્ડના ભાજપના કોર્પોરેટર બળદેવ પટેલને આજે બપોરે લોકોએ જાહેરમાં માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા શિવાજી ચોક પાસે ટીપી સ્કીમના અમલીકરણ બાબતે જ્યારે તેઓ ગયા ત્યારે લોકોનું ટોળું તેમને ઘેરી વળ્યું હતું અને લોકોએ જાહેરમાં તેઓને માર માર્યો હતો. ઇજાગ્રસ્ત કોર્પોરેટરને સારવાર અર્થે કાકડીયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે પાછળથી પોલીસને જાણ થતા કૃષ્ણનગર પોલીસ હોસ્પિટલ પહોંચી હતી અને ફરિયાદની તજવીજ હાથ ધરી હતી.
