સોફ્ટવેર કંપની માઈક્રોસોફ્ટ આજથી મોટા ભાગના કર્મચારીઓની છટણી શરૂ કરવા જઈ રહી છે. એક રિપોર્ટમાં ટાંકીને આ માહિતી આપી આપવામાં આવી છે કે માઇક્રોસોફ્ટે તેની કંપનીમાં 5 ટકા એટલે કે લગભગ 11 હજાર કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય કર્યો છે.
આજથી શરૂ થઈ રહેલી છટણીમાં 11,000 કર્મચારીઓને બહારનો રસ્તો બતાવવામાં આવશે. જણાવી દઈએ કે માઇક્રોસોફ્ટમાં છટણીની અસર ખાસ કરીને એન્જિનિયરિંગ વિભાગમાં થશે અને કંપનીના આ નિર્ણયથી હજારો કર્મચારીઓને અસર થશે.