અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ચા માટે વપરાતા પેપર કપ પર પ્રતિબંધ લગાવી દીધો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનનું કહેવું છે કે, પેપર કપમાં અંદર લગાવાતું પડ આરોગ્ય માટે જોખમી છે. સાથે જ કીટલી પર ચા માટે વપરાતા પેપર કપથી કચરો ફેલાય છે. જે સ્થળો પર કરચો વધારો ઉત્પન્ન થતો હોય તેવા સ્થળોનો સર્વે કોર્પોરેશન દ્વારા કરાયો હતો. જેમાં કચરાનું વધુ સર્જન ચાના પેપર કપના કારણે થતું હોવાનું જાણવા મળ્યું હતું.
આગામી દિવસોમાં કોર્પોરેશનની ટીમ શહેરભરમાં આવેલી કીટલીઓ પર તપાસ હાથ ધરશે, આ દરમિયાન પેપર કપનો ઉપયોગ થતો જણાશે તો ચાલક સામે કાર્યવાહી કરવામાં આવશે.
પેપર કપના બદલે ચાની કીટલીવાળાએ કાચના કપ અથવા કુલડીમાં ચા આપવી પડશે.
આઈઆઈટી ખડગપુરના વૈજ્ઞાનિકોએ મોટો ખુલાસો કર્યો હતો. જે મુજબ જો કોઈ વ્યક્તિ રોજ કાગળના કપમાં સરેરાશ ત્રણ વખત ચા અથવા કોફી પીવે છે, તો તે 75,000 નાના માઇક્રો-પ્લાસ્ટિક કણો ગળી જાય છે.