અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી મોદી આઇકેર હોસ્પિટલમાં એક દુર્ઘટના સામે આવી છે. ગઇકાલે મોડીરાત્રે કોઈ કારણસર હોસ્પિટલમાં આગ લાગી હતી. આ આગની ઘટનામાં એક પતિ-પત્નીનું મોત થયું છે. રાત્રે 3 વાગ્યા આસપાસ લાગેલી આગમાં સિક્યુરિટી ગાર્ડ અને તેમની પત્નીનું મોત નીપજ્યું છે. પતિ-પત્ની ગંભીર રીતે દાઝી ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. મોદી આઈ કેર હોસ્પિટલમાં લાગેલી આગમાં ગૂંગળામણના કારણે હોસ્પિટલમાં દેખરેખ રાખનારા પતિ-પત્નીના મોત થયા છે. મૂળ રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના ધરીયાવાદ ગામના રહેવાસી નરેશભાઈ પારઘી ( ઉ.વ 25) અને તેમના પત્ની હર્ષાબેન પારઘી (ઉ.વ.24)નું મોત થયું છે.

fire isolated over black background