સુરત શહેરમાં છેતરપિંડીની ઘટનાઓમાં એક વ્યક્તિએ સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ જ્યારે પંજાબ નેશનલ બેન્કના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરતા હતા ત્યારે ભૂલથી ખોટા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા હતા. તેથી આ મામલે ફરિયાદીએ ઓનલાઇન પંજાબ નેશનલ બેંકનો હેલ્પલાઇન નંબર શોધ્યો હતો ત્યાર બાદ તેમાં ફોન કરતા સામેના વ્યક્તિએ ફરિયાદીને પંજાબ નેશનલ બેંકના કસ્ટમર કેરમાંથી બોલતા હોવાની વાત કરીને ફરિયાદીના એકાઉન્ટની વિગતો મેળવી તેમને એક લિંક મોકલી હતી, ફરિયાદીએ આ લીંક ઓપન કરતા તેમાં પંજાબ નેશનલ બેંકના એકાઉન્ટની વિગતો ફરિયાદી દ્વારા ભરવામાં આવી હતી અને ત્યાર બાદ આ વિગતો ભરતાની સાથે જ ફરિયાદીના એકાઉન્ટમાંથી 6,16,000 રૂપિયા કેનેરા બેન્કના એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ ગયા હતા.
આ મામલે ફરિયાદ મળતા સુરત સાયબર ક્રાઇમ પોલીસે તપાસ હાથ ધરી હતી પશ્ચિમ બંગાળમાં રહેતા રાજુ મિશ્રા નામના ઇસમે આ છેતરપિંડી કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું, તેથી સુરત સાયબર ક્રાઇમ પોલીસે પશ્ચિમ બંગાળમાંથી રાજુ ઉર્ફે લાલુ મિશ્રાની ધરપકડ કરી છે અને આરોપીને સુરત લાવીને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ સિવાય પોલીસ દ્વારા આરોપીના બેન્ક એકાઉન્ટમાં રહેલી 1,63,922 રૂપિયા ફ્રીઝ કરવા આવ્યા છે.
Check Also
રાજસ્થાનના પાલીમાં મોટી દુર્ઘટના, બાળકોને પ્રવાસે લઈ જતી બસ પલટી, 3નાં મોત
રાજસ્થાનના પાલીથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ મૃત્યુ પામી ગયા. …