કર્ણાટકના મૈસૂરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઈ પ્રહ્લાદ મોદીની ગાડીને અકસ્માત ની માહિતી મળી રહી છે. આ દુર્ઘટના મૈસૂર તાલુકાના કડાકોલા પાસે બની, જ્યારે પ્રહ્લાદ મોદી પોતાની કારથી બેંગલોરથી બાંદીપુર તરફ જઈ રહ્યા હતા. મર્સિડિઝ બેંઝ ગાડીમાં સવાર પ્રહ્લાદ મોદીના દીકરા, પત્ની અને પૌત્ર પણ તેમના સાથે હતા. આ ઘટનામાં પ્રહ્લાદ મોદી, તેમની વહુ અને તેમના પૌત્રને ગંભીર ઈજા પહોંચી છે. જ્યારે તેમના દીકરા અને ડ્રાઈવર સત્યાનારાયણને સામાન્ય ઈજા પહોંચી છે.
પ્રહલાદ મોદીની દીકરી સોનલ મોદીએ જણાવ્યું કે, મારી બે ગાડીને અકસ્માત થયો છે. મસૂરી પાસે અકસ્માત થયો છે. બધાની તબિયત સારી છે. હાલ ત્રણેય લોકો ઓબ્ઝર્વેશન હેઠળ છે. પુત્ર વધુને આંખ અને દાઢી પાસે વાગ્યું છે. મારા ભાઈને આંખના ભાગે વાગ્યું છે. મારા પપ્પાની તબિયત સારી છે.