40 કરોડ યુઝર્સના ટ્વિટર ડેટા લીક થયો, સબૂત તરીકે સલમાન ખાન, WHO અને NASAના ડેટા મોકલ્યા

ટ્વિટરના લગભગ 40 કરોડ યુઝર્સના ડેટા એક હેકરે હૈક કરી લીધા છે. તેમાં મિનિસ્ટ્રી ઓફ ઈન્ફોર્મેશન એન્ડ બ્રોડકાંસ્ટીંગ અને બોલીવૂડ એક્ટર સલમાન ખાન સહિત WHO અને NASA ના ડેટા સામેલ છે. હૈકરે યુઝર્સના ડેટા ડાર્ક વેબમાં નાખ્યા છે અને ડીલની માગણી કરી છે. સબૂત તરીકે હૈકરે લોકોના મોબાઈલ નંબર, ઈમેલ, ફોલોઅર્સની સંખ્યા વગેરેની જાણકારી પણ ડાર્ક વેબ પર આપી છે.

હૈકરે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ટ્વિટર અથવા એલન મસ્ક જે પણ વાંચી રહ્યા છે, આપ પહેલા 5.4થી વધારે યુઝર્સના ડેટા લીક થવા પર GDPRના દંડનું રિસ્ક લો. ત્યારે આવા સમયે જો હવે આપ 40 કરોડ યુઝર્સના ડેટા લીક થવાના દંડ વિશે વિચારજો. તેની સાથે જ હૈકરે ડેટાને વેચવાની પણ કેટલીય ડીલ આપી છે. તેણે કહ્યું કે, તે કોઈ વચેટિયા દ્વારા ડીલ કરવા માટે તૈયાર છે. આ દરમિયાન એક્સપર્ટનું કહેવું છે કે, આ ડેટા લીક APIમાં આવેલી કોઈ કમીના કારણે હોઈ શકે છે.

About chanchal bhuj bhuj

Check Also

પાકિસ્તાનમાં 2 બ્લાસ્ટ,28નાં મોત:બલૂચિસ્તાનમાં થયેલા બંને બ્લાસ્ટમાં પહેલામાં 15 અને બીજામાં 13 લોકોએ જીવ ગુમાવ્યા

પાકિસ્તાનની ચૂંટણીના એક દિવસ પહેલાં બલૂચિસ્તાનમાં બે બ્લાસ્ટ થયા હતા. પહેલો વિસ્ફોટ પિશિન શહેરમાં થયો …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »