મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીને નીચલી અદાલતે ફટકારેલી બે વર્ષની સજા યથાવત રહેશે. સુરતની સેશન્સ કોર્ટે આજે ચુકાદો આપ્યો છે. આ મામલામાં રાહુલ ગાંધીને કોઈ રાહત આપવામાં આવી નથી.
તમને જણાવી દઈએ કે અપરાધિક માનહાનિના આ કેસમાં રાહુલ ગાંધી વતી તેમની સજા પર રોક લગાવવાની માંગ કરવામાં આવી હતી. પરંતુ બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે નીચલી કોર્ટના નિર્ણયને યથાવત રાખતા તેમને સજામાંથી કોઈ રાહત ન આપવાનો નિર્ણય કર્યો છે.
રાહુલ ગાંધીને આંચકો
આ કેસમાં 2 વર્ષની સજાને કારણે રાહુલ ગાંધીએ સંસદનું સભ્યપદ ગુમાવ્યું છે. તેઓ કેરળની વાયનાડ બેઠક પરથી સાંસદ હતા. જનપ્રતિનિધિત્વ અધિનિયમમાં, જો વ્યક્તિને 2 વર્ષ કે તેથી વધુ સજા થાય તો તે જનપ્રતિનિધિ બનવાની કે રહેવાની ક્ષમતા ગુમાવે છે. આ જોગવાઈ હેઠળ લોકસભા સચિવાલયે રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા સમાપ્ત કરી દીધી હતી.