લોન ચૂકવી ન શકનાર વ્યક્તિની પત્ની પર તેની નજર સામે જ બળાત્કાર કરવામાં આવ્યો હતો. આરોપીએ આ ઘટનાનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. આ કેસમાં પોલીસે આરોપીને પકડી પાડયો છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
શહેરમાં ચકચાર મચાવનારા આ કેસમાં આરોપીની ઉંમર 47 વર્ષ છે. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, આ ઘટના ચાલુ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં બની હતી. ત્યારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે વધુમાં જણાવ્યા મુજબ, આરોપીએ આ કૃત્યને મોબાઇલ ફોન પર રેકોર્ડ કર્યું હતું અને આ ક્લિપને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ પણ કરી દીધી હતી.
વધુ વિગતો મુજબ આરોપીએ મહિલા પાસે વારંવાર જાતીય સંબંધ બાંધવાની માંગણી કરી હતી અને તેણે ના પાડતાં વિડિયો કલીપ સોશ્યલ મિડિયા સાઇટ્સ પર મૂકી દીધી હતી. આખરે હિંમત કરીને પીડિતાએ હડપસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.