એસકેઆઇએમએસ હોસ્પિટલના ડાયરેક્ટર ડો. પરવેઝ કોલની જણાવ્યું હતું કે આ મહામારીનો અંત ક્યારે આવશે તેને કોઇને ખબર નથી. આ મહામારી સંપૂર્ણપણે સમાપ્ત થશે નહીં અને સમયાંતરે કેસોમાં વધારો થઇ શકે છે. જો કે ભારતમાં આગામી બે થી ત્રણ મહિનામાં કેસોમાં મોટો વધારો થવાની શક્યતા ઓછી છે. જો કે તેમણે લોકોને કોરોના વેક્સિનનો બુસ્ટર ડોઝ લેવાની અપીલ કરી હતી.
ચીન સહિતના વિશ્વના અનેક દેશોમાં કોરોનાના કેસોમાં આવેલી અચનાક ઉછાળા પછી કેન્દ્ર સરકાર પણ એલર્ટ થઇ ગઇ છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે શુક્રવારે એરલાઇન્સ કંપનીઓને જણાવ્યું છે કે તે ભારત આવનારા આંતરરાષ્ટ્રીય યાત્રીઓ સશોધિત કોવિડ દિશા-નિર્દેશને અનુરૃપ પોતાની ચેકઇન વ્યવસ્થામાં ફેરફાક કરે. ઉલ્લેખનીય છે કે ભારત સરકાર ચીન, સિંગાપોર, હોંગકોંગ, કોરિયા, થાઇલેન્ડ અને જાપાનના યાત્રીઓ માટે ે નેગેટિવ આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત બનાવી દીધો છે.
દેશમાં છેલ્લા ચોવીશ કલાકમાં કોરોના વાયરસના ૨૪૩ નવા કેસો નોંધાયા છે. દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને ૩૬૦૯ થઇ ગઇ છે. છેલ્લા ૨૪ કલાકમાં એક્ટિવ કેસોમાં ૫૭ કેસોનો વધારો થયો છે. દેશમાં કોરોનાના કુલ કેસોનો આંક ૪,૪૬,૭૮,૧૫૮ થઇ ગયો છે. તેમ આજે સવારે કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે સત્તાવાર રીતે જણાવ્યું છે.
Check Also
રાજસ્થાનના પાલીમાં મોટી દુર્ઘટના, બાળકોને પ્રવાસે લઈ જતી બસ પલટી, 3નાં મોત
રાજસ્થાનના પાલીથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ મૃત્યુ પામી ગયા. …