Breaking News

14 જાન્યુઆરી સુધી માંગલિક કાર્ય થઈ શકાશે નહીં સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે

16 ડિસેમ્બરના રોજ એટલે સૂર્યદેવ સવારે 9.58 કલાકે ધન રાશિમાં પ્રવેશ કરશે. જેને સૂર્ય સંક્રાંતિ કહેવામાં આવે છે. આ રાશિમાં સૂર્યદેવ 14 જાન્યુઆરી સુધી રહેશે. તે પછી સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. આ એક મહિનાના સમયગાળામાં તીર્થ સ્નાન, દાન અને પૂજાનું મહત્ત્વ વધારે છે. સૂર્યના કોઇ રાશિમાં પ્રવેશને સંક્રાંતિ કહેવામાં આવે છે અને જ્યારે સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને ધન સંક્રાંતિ કહેવામાં આવે છે. આ સમયગાળો માગશર કે પોષ મહિનામાં આવે છે. ધન સંક્રાંતિ પર્વ હેમંત ઋતુમાં ઊજવાય છે. જે આ વર્ષે 16 ડિસેમ્બરના રોજ એટલે આજે છે. આ સાથે જ આજથી સૂર્ય-શનિનો અશુભ યોગ શરૂ થયો છે. જ્યોતિષીય ગ્રંથો અને વિદ્વાનો પ્રમાણે આ બંને ગ્રહ એકબીજાના દુશ્મન છે.

About chanchal bhuj bhuj

Check Also

ભુજમાં નવનિર્મિત આઈકોનિક એસટી બસપોર્ટનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ

કચ્છના જિલ્લા મથક ભુજ ખાતે 20 પ્લેટફોર્મ ધરાવતા આઇકોનિક એસટી બસ પોર્ટનું આજે ગુજરાતના મુખ્યમંત્રી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »