Breaking News

બસના ડ્રાઈવરોનું ચેકિંગ 7 ડ્રાઇવર નશાની હાલતમાં ઝડપાયા આ 7 ડ્રાઈવર સામે કાયદેસર કાર્યવાહી કરાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વિજીલન્સ ટીમ દ્વારા આજે અમદાવાદ સારંગપુર AMTS ટર્મિનલ ખાતે બસના ડ્રાઈવરોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 7 ડ્રાઇવર નશાની હાલતમાં ઝડપાયા બાદ વિજિલન્સની ટીમે કહ્યું કે, આ 7 ડ્રાઈવર સામે કાયદેસર કાર્યવાહી કરાશે. આ સાથે બસોમાં બીજા ડ્રાઈવર મૂકીને આગળ વધારાઇ છે.

ડ્રાઈવર ડ્યુટી શરૂ કરે તે પહેલાં જ બ્રેથ એનેલાઈઝરથી ચેકિંગ કરવામાં આવ્યું હતું. AMTSના ડ્રાઈવરનો રિપોર્ટ નિલ આવ્યા બાદ તેઓને બસ લઈને જવા દેવામાં આવ્યા હતા. નશામાં ધૂત ડ્રાઈવરનો વીડિયો વાયરલ થતાં AMC દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ હતી.

About chanchal bhuj bhuj

Check Also

આવતીકાલે ધો-12 અને ગુજકેટનું પરિણામ:સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઇટ પર પરિણામ જોઇ શકશે

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામને લઇને મોટા સમાચાર સામે આવ્યા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »