Breaking News

રાપર તાલુકાના ગેડી ગામે એન.ડી.પી.એસ. ના મુદામાલ સાથે આરોપીને ઝડપી પાડતી રાપર પોલીસ

પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા ‚ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર , પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા , ભચાઉ નાઓની સુચના મુજબ પુર્વ-કચ્છ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર માદક પદાર્થના સેવન અંગેની બદી નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હોઇ જે અન્વયે પોલીસને મળેલ બાતમી હકીકતના આધારે રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર જે.બી.બુબડીયા તથા રાપર પોલીસ સ્ટાફ દ્વારા રાપર તાલુકા ના ગેડી ગામના પરબત પાંચા સિંધવ (રજપુત) તથા વિશા માદેવા રાઠોડ (રજપુત) ના રહેણાંક મકાનોમાં તથા આરોપી પરબત પાંચા સિંધવના કબ્જા ભોગવટાના સારંગીયા નામની સીમમાં આવેલ ખેતરમાં આ કામના આરોપીઓએ એરંડા તથા જીરાની ખેતીની વચ્ચે આડસમાં (છુપાવીને) પોષડોડાના છોડો વાવેલ હોઈ જે અંગે નાર્કોટીક્સ અંગે રેઈડ કરતા માદક પદાર્થ પોષ ડોડા કુલ-૩૭.૪૨૦ કિ.ગ્રામ જેની કુલ્લ કિ.રૂ.૧,૧૨,૨૬૦/-તથા વનસ્પતિજન્ય પાંદડા તથા ડાળખા જે માદક પદાર્થ ૫૮.૪ર૦ કિ.ગ્ર કિમત રૂપિયા ૧,૭૫,૨૬૦/-મળી એમ કુલ્લ કિ.રૂ. ૨,૮૭,૫૨૦/-નો માદક પદાર્થ મુદામાલ સાથે પરબત પાંચા સિંધવને ઝડપી લઈ એન.ડી.પી.એસ. તળે કાયદેસરની કાર્યવાહી કરેલ તે દરમ્યાન રાપર પોલીસને ફરીવાર ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ગેડી ગામે કુયારા વાડી વિસ્તારમાં પચાણ સુરા રાઠોડ (રજપુત) રહે-ગેડી તા.રાપર વાળાએ પોતાના ખેતરમાં માદક પદાર્થ પોષડોડાના વેચાણ અર્થે ઉછેર કરેલાની બાતમી મળતા સદરહુ જગ્યાએ પી.આઈ. વી.એ. સેંગલ ગાગોદર પોલીસ સ્ટેશન નાઓએ ગાગોદર પોલીસ સ્ટાફ તથા રાપર પોલીસ સ્ટાફને સાથે રાખી રેઈડ કરતા પચાણ સુરા રાઠોડ (રજપુત) રહે-ગેડી તા.રાપર વાળાના ખેતર માંથી માદક પદાર્થ પોષડોડા-૧૮ કિ.ગ્રામ કિમત રૂપિયા-૫૪૦૦૦/- નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

 

♦ પકડાયેલ આરોપીઓનું નામ:-
પરબત પાંચા સિંધવ (રજપુત) ઉ.વ.૪૧ રહે-સિંધવ વાસ, ગેડી તા.રાપર જી.કચ્છ
* હાજર ન મળી આવેલ આરોપીનું નામઃ-
(૧) વિશા માદેવા રાઠોડ (રજપુત) રહે-રવાણીવાસ, ગેડી તા.રાપર જી. કચ્છ.
(૨) પચાણ સુરા રાઠોડ (રજપુત) રહે-ગેડી તા.રાપર જી.કચ્છ.
કબ્જે કરેલ મુદામાલઃ-
(૧) માદક પદાર્થ પોષ ડોડા કુલ-૩૭.૪૨૦ કિ.ગ્રામ જેની કુલ્લ કિ.રૂ.૧,૧૨,૨૬૦/-
(૨) વનસ્પતિજન્ય પાંદડા તથા ડાળખા જે માદક પદાર્થ ૫૮.૪ર૦ કિ.ગ્ર કિમત રૂપિયા ૧,૭૫,૨૬૦/-
(૩) માદક પદાર્થ પોષડોડા-૧૮ કિ.ગ્રામ કિમત રૂપિયા-૫૪૦૦૦/- નો મુદામાલ
એમ તમામ મળીને કુલ્લ કિ.રૂ. ૩,૪૧,૫૨૦/-નો માદક પદાર્થે મુદામાલ કબ્જે કરેલ છે.
♦ કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીઃ-
પોલીસ ઈન્સ્પેક્ટર જે.બી.બુબડીયા, પો.ઈન્સ. વી.એ. સેંગલ ગાગોદર પોલીસ સ્ટેશન તથા પો.સબ.ઈન્સ.એસ.વી.કાતરીયા, પી.એલ.ફણેજા, વી.એસ.સોલંકી તથા રાપર રાપર તથા રાપર પોલીસ સ્ટાફ દ્વારા ઉપરોક્ત સફળ કામગીરી કરવામાં આવેલ છે.

About JAYENDRA UPADHYAY

Check Also

માંડવીના પેટ્રોલપંપમાંથી 71 લાખની ઉચાપત કરી ગયેલા આરોપીને મુંબઇ જઇને એલસીબીએ દબોચ્યો

“શ્રી રૂદ્રેશ્વર પેટ્રોલપંપ, માંડવી માંથી ૭૧,૯૩,૫૩૫/- ની ઉચાપત કરી નાશી ગયેલ આરોપીને મુંબઇ(મહારાષ્ટ) ખાતેથી લોકલ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?