પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ કચ્છ પાણી પુરવઠાના અધિકારીશ્રીઓ સાથે ભુજમાં સમીક્ષા બેઠક યોજી

કચ્છની એક દિવસીય મુલાકાતે આવેલા પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ આજરોજ ભુજ ખાતે કચ્છ જિલ્લા પાણી પુરવઠા વિભાગના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજીને કચ્છમાં પીવાના પાણીની વ્યવસ્થા, પૂર્ણ થયેલા કામો તથા પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા કરીને તેને સમય મર્યાદામાં પૂર્ણ કરવા તેમજ પાણી ચોરીને અટકાવવા તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવા સહિતની જરૂરી સૂચના આપી હતી.
બેઠકમાં મંત્રીશ્રીએ પાણી પુરવઠા વિભાગના ૯ જૂથ સુધારણા હેઠળના પૂર્ણ કામો અંગે જાણકારી મેળવીને તે અંગે જરૂરી સૂચનો કર્યા હતા. ઉપરાંત કચ્છમાં પ્રગતિ હેઠળના ૨૨ કામોની સમીક્ષા કરી હતી. આ સાથે જ આવતા ઉનાળા પહેલા પ્રગતિ હેઠળના કામો સમયમર્યાદામાં ગુણવત્તા સાથે પૂર્ણ કરવાની તાકીદ સાથે પાણી ચોરી અટકાવવા તત્કાલ સરપ્રાઇઝ ચેકીંગ સાથે ગુનેગારો સામે કાયદાકીય રીતે કડક પગલા ભરવા પાણી પુરવઠા વિભાગને સૂચના આપી હતી.


પાણી પુરવઠા વિભાગ સાથેની બેઠકમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, જે પણ પ્રોજેકટ ચાલી રહ્યા છે તે તમામમાં ઝડપ લાવીને ઉનાળા પહેલા કામ પૂર્ણ કરવામાં આવે જેથી લોકોને પીવાના પાણીની કોઇ સમસ્યા ઉભી ન થાય. તેમણે પ્રગતિ હેઠળના કામોમાં આવતી સમસ્યાને દુર કરવા અન્ય વિભાગ સાથે સંકલન કરીને તત્કાલ ઉકેલ લાવવા સુચના આપી હતી. ઉપરાંત પૂર્ણ થયેલા પ્રોજકેટ યોગ્ય રીતે કાર્યરત રહે તે જોવા તેમજ પ્રસ્તાવિત કામોની પ્રક્રિયા ત્વરાએ આટોપી લેવા સૂચના આપી હતી.
બેઠકમાં મંત્રીશ્રીએ કામોની ગુણવત્તા મુદે કડક વલણ અપનાવવા, પ્રગતિ હેઠળના કામોમાં જરૂરી ફોલોઅપ લેવા, નડરતરરૂપ પ્રશ્નોના ઉકેલ માટે સ્થાનિક પદાધિકારીઓ સાથે સંકલન સાધીને તેનો ઉકેલ લાવવા તથા અન્ય વિભાગ સાથે સંકળાયેલા મુદાઓને સંકલન બેઠકમાં મુકીને ઉકેલવા ખાસ સૂચના આપી હતી.
મંત્રીશ્રીએ બેઠકમાં અબડાસા, ભચાઉ, રાપર, ભુજ, માંડવીમાં પૂર્ણ થયેલા ૯ જુથ યોજનાના કામો તથા ૨૨ પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા કરીને જરૂરી સુચનાઓ આપી હતી. ઉપરાંત મંત્રીશ્રીની ગત મુલાકાત સમયે આવેલી રજૂઆતો પૈકી કેટલી ઉકેલાઇ તે અંગેની વિગતો મેળવી હતી.
જિલ્લા પાણી -પુરવઠા વિભાગે બેઠકમાં પીવાના પાણી મુદે જિલ્લાની સામાન્ય રૂ૫રેખા તથા પૂર્ણ તથા પ્રગતિ હેઠળના કામોની પ્રેઝન્ટેશન મારફતે છણાવટ કરીને મંત્રીશ્રીને વર્તમાન પરિસ્થિતીનો ચિતાર આપ્યો હતો.
બેઠકમાં અબડાસા ધારાસભ્યશ્રી પ્રધુમનસિંહ જાડેજા, ભુજના ધારાસભ્યશ્રી કેશુભાઇ પટેલ, માંડવી વિસ્તારના ધારાસભ્યશ્રી અનિરુધ્ધભાઇ દવે, અંજાર મતવિસ્તારના ધારાસભ્યશ્રી ત્રિકમભાઇ છાંગાએ પોતાના મતવિસ્તારના પાણીને લગતા પ્રશ્નો રજૂ કર્યા જેને તત્કાલ ઉકેલ માટે મંત્રીશ્રીએ પાણી પુરવઠા વિભાગને ખાસ સૂચના આપી હતી.

આજની બેઠકમાં આજની બેઠકમાં કચ્છ જિલ્લા પાણી પુરવઠા વિભાગના ચીફ ઇજનેરશ્રી તથા પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રીઓ, નાયબ ઇજનેરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

About JAYENDRA UPADHYAY

Check Also

ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ

બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?