સીરિયામાં હિંસા ફાટી, બે દિવસમાં એક હજાર લોકોનાં મોત:સેના અને અસદ સમર્થકો વચ્ચે અથડામણ

by JAYENDRA UPADHYAY
0 comments

સીરિયાના લતાકિયા અને ટાર્ટસમાં સેના અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ-અસદના સમર્થકો વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી અથડામણ ચાલી રહી છે. આ હિંસાને કારણે 2 દિવસમાં 1000થી વધુ લોકોનાં મોત થયા છે.2011માં સીરિયાના ગૃહયુદ્ધની શરૂઆત પછી મૃત્યુઆંકનો આ સૌથી વધુ આંકડો છે. સીરિયામાં યુદ્ધ પર નજર રાખતી સંસ્થા સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.સંગઠન અનુસાર, છેલ્લા બે દિવસમાં સુરક્ષા દળો દ્વારા અલાવાઈટ મુસ્લિમ સમુદાયના 745થી વધુ લોકો માર્યા ગયા છે. તેમાંના મોટાભાગનાને ફાંસી આપવામાં આવી છે. આ ઉપરાંત, 148 અસદ સમર્થકો પણ માર્યા ગયા છે. ઉપરાંત, આ હિંસામાં 125 સુરક્ષા કર્મચારીઓના પણ મોત થયા છે.સીરિયન સરકારનું કહેવું છે કે અસદના વફાદાર સમર્થકોએ સુરક્ષા દળો પર હુમલો કર્યો હતો, જેના કારણે હિંસા ભડકી હતી. અસoના સમર્થકોએ સુરક્ષા દળો પર રહેણાંક વિસ્તારોમાં બોમ્બમારો કરવાનો આરોપ લગાવ્યો છે.અહેવાલો અનુસાર, સુરક્ષા દળોએ એક વ્યક્તિને પકડવાનો પ્રયાસ કર્યો ત્યારે અથડામણ શરૂ થઈ. આ પછી સરકારે લતાકિયા અને ટાર્ટસમાં મોટી સંખ્યામાં સૈનિકો તહેનાત કર્યા છે. તેમજ કર્ફ્યુ લાદવાના આદેશો આપવામાં આવ્યા છે.લતાકિયા અને ટાર્ટસ પ્રાંતોમાં થયેલી હિંસાએ અબુ મોહમ્મદ અલ-જુલાનીના નેતૃત્વ હેઠળની સરકાર માટે પડકાર ઉભો કર્યો છે. આ વિસ્તારો અલ્વી સમુદાયના ગઢ છે. જેઓ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ-અસદ પ્રત્યે વફાદાર રહ્યા છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં બશર અલ-અસદને સત્તા પરથી દૂર કર્યા પછી સીરિયામાં આ સૌથી ગંભીર હિંસક અથડામણ છે.

You may also like

Leave a Comment