બોટાદ જિલ્લા એલસીબી પોલીસે રાજપરા ગામે દારૂ મામલે કાર્યવાહી કરી છે.એલસીબી પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે એક બંધ મકાનમાં રેડ પાડી હતી. રેડ દરમિયાન તપાસમાં આ મકાન રવિરાજભાઈ ભાભલુભાઈ ખાચરનું હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે મકાનમાંથી દેશી, વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે.મકાનમાંથી 250 લિટર દેશી દારૂ મળી આવ્યો છે. આ દારૂની કિંમત 50,000 રૂપિયા થાય છે. આ ઉપરાંત ભારતીય બનાવટની વિદેશી દારૂની 144 બોટલ પણ મળી આવી છે. વિદેશી દારૂની કિંમત 80,784 રૂપિયા છે. પોલીસે કુલ 1,30,784 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. મકાન માલિક વિરુદ્ધ ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
