ભારતે રશિયા સાથે કરી તુંગુસ્કા એર ડિફેન્સ સિસ્ટમ ખરીદવા રૂપિયા 858 કરોડની ડિફેન્સ ડીલ

by minaj
0 comments

 ભારત સતત દેશની સુરક્ષાને વધુ મજબૂત કરવાના પ્રયાસ કરી રહ્યું છે. જેમાં ભાગરૂપે ભારતે રશિયા પાસે રૂપિયા 858 કરોડની ડિફેન્સ ડીલ કરી છે. જેમાં ભારત હવે અત્યાઆધુનિક તુંગુસ્કા એર ડિફેન્સ સિસ્ટમ ખરીદશે. જેના પગલે દેશની એર ડિફેન્સ સિસ્ટમ વધુ મજબૂત થશે. ભારત જોડે પહેલાથી જ  S-400,બરાક-8 અને આકાશ એર ડિફેન્સ સિસ્ટમ છે. તુંગુસ્કા એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમની ખરીદી અને P8I લોંગ-રેન્જ મેરીટાઇમ રિકોનિસન્સ એરક્રાફ્ટના નિરીક્ષણ (ડેપો લેવલ) માટે કુલ  રૂપિયા 858 કરોડના કરારો પર આજે  નવી દિલ્હી ખાતે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.ભારતીય સેના માટે  રૂપિયા 445 કરોડના મૂલ્યના તુંગુસ્કા એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમની ખરીદી માટેનો કરાર સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહની હાજરીમાં રશિયાના JSC રોસોબોરોનેક્સપોર્ટ સાથે કરવામાં આવ્યો હતો. આ અત્યાધુનિક મિસાઇલો વિમાન, ડ્રોન અને ક્રુઝ મિસાઇલ સહિતના હવાઈ જોખમો સામે ભારતની બહુ-સ્તરીય હવાઈ સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત બનાવશે. આ કરાર ભારત-રશિયા વ્યૂહાત્મક સંરક્ષણ ભાગીદારીને વધુ મજબૂત બનાવશે.આ ઉપરાંત સરકારે ભારતીય નૌકાદળ માટે P-8I લોંગ-રેન્જ મેરીટાઇમ રિકોનિસન્સ એરક્રાફ્ટના ડેપો લેવલ નિરીક્ષણ માટે બોઇંગ ઇન્ડિયા ડિફેન્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે  રૂપિયા 413 કરોડનો કરાર કરવામાં આવ્યો હતો. જે 100 ટકા  સ્વદેશી સામગ્રી સાથે ‘ભારતીય ખરીદો’ શ્રેણી હેઠળ છે. આ કરાર સંરક્ષણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં હસ્તાક્ષર કરવામાં આવ્યો હતો. આ કરાર દેશની અંદર સ્વદેશી MRO (જાળવણી, સમારકામ અને ઓવરહોલ) સુવિધાઓ પર P-8I કાફલાના ડેપો લેવલ જાળવણીને સુનિશ્ચિત કરશે, જે ભારત સરકારની ‘આત્મનિર્ભર ભારત અને  મેક-ઇન-ઇન્ડિયા પહેલ પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે સુસંગત છે.જ્યારે ભારત સરકારે વર્ષ ભારતે 2018 માં રશિયા સાથે S-400 એર ડિફેન્સ સિસ્ટમ ખરીદવા એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરારમાં કુલ પાંચ એર ડિફેન્સ સિસ્ટમ સ્ક્વોડ્રનનો સમાવેશ થતો હતો. આમાંથી  ભારતને ત્રણ મળી ચૂકી  છે. જ્યારે બાકીની બે સ્ક્વોડ્રનની ડિલિવરી હજુ બાકી છે. રશિયાએ હવે જણાવ્યું છે કે ભારતને આ વર્ષના અંત સુધીમાં બાકીની બે S-400 એર ડિફેન્સ સિસ્ટમ સ્ક્વોડ્રનની ડિલિવરી મળી જશે.

You may also like

Leave a Comment