દોસ્તી કે મજબૂરી! મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે ભારતની રશિયા તરફી ઝૂકાવ વધ્યો

by minaj
0 comments

જાન્યુઆરીમાં જ્યારે ભારતની નિકાસ પર લાદવામાં આવેલા દંડાત્મક ટેરિફમાંથી રાહત મેળવવા માટે યુનાઇટેડ સ્ટેટ્સ સાથે વાટાઘાટો કરી રહ્યું હતું, ત્યારે નવી દિલ્હીએ મોસ્કો પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદીમાં ઘટાડો કર્યો હતો. પણ હવે પરિસ્થિતિ બદલાતા ભારત સરકારે રશિયાને પ્રાધાન્ય આપી શકે છે. આ પગલાને ડોનાલ્ડ ટ્રમ્પના દબાણ હેઠળ હાથ ધરવામાં આવેલ “કઠિન સમાધાન” તરીકે જોવામાં આવ્યું હતું, જોકે માત્ર બે મહિના પછી પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. હવે, ભારત અને રશિયા ફરી એકવાર તેમના ઊર્જા સંબંધોને મજબૂત બનાવવા તરફ ઝડપથી આગળ વધી રહ્યા છે.ભારત અને રશિયા વચ્ચે લિક્વિફાઈડ નેચરલ ગેસ (એલએનજી)ની મદદ માટે સહમતી બની ચૂકી છે. યુક્રેન સાથેના યુદ્ધ બાદ પહેલીવાર એવું થયું છે, જ્યારે રશિયા ડાયરેક્ટ ભારતને LNG ગેસ વેચશે. આ અંગેની મૌખિક સહમતી બની ચૂકી છે. 19 માર્ચના દિલ્હીમાં રશિયાના મંત્રી પાવેલ સોરોકિન અને કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પૂરી વચ્ચે આ અંગે બેઠક યોજાઈ હતી, જેમાં આ વિષય પર સહમતી બની હતી. ભારત સાથેના વ્યવહારમાં રશિયા હવે ભારતને કાચું તેલ આપવા માટે પણ તૈયાર છે. એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે, રશિયાથી આવેલું ક્રૂડ ઓઈલ એક મહિનામાં બમણું 40 ટકા સુધી પહોંચવા જઈ રહ્યું છે. મિડલ ઈસ્ટમાં સ્થિતિ વણસતા સૌથી મોટું સંકટ ઊર્જા ક્ષેત્ર પર પડી રહ્યું છે. ક્રૂડ માર્કેટમાં ભડકો થયા બાદ ગેસ અને કાચા તેલની માર્કેટમાં માઠી બેઠી હતી. હોર્મુઝના જળમાર્ગેથી માત્ર ક્રૂડ જ નહીં પણ LNG જેવા મહત્ત્વના ગેસ અને અન્ય દૈનિક ધોરણે જરૂરી એવી ચીજવસ્તુઓનો મોટો સ્ટોક ભારતમાં આવે છે. બીજી તરફ જરૂરી એવી ભારતીય વસ્તુઓ પણ યુરોપ અને મિડલ ઈસ્ટ સુધી આ જ જળમાર્ગમાંથી પહોંચે છે. ઈરાને સમગ્ર હોર્મુઝ પર કંટ્રોલ લીધા બાદ હવે યુરોપીયન દેશ સહિત અનેક મિડલ ઈસ્ટના દેશની ચિંતા વધી છે.
અમેરિકા દ્વારા ભારતીય સામાન પર ટેરિફનો માર ઝિંક્યા બાદ ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદીમાં કાપ મૂકી દીધો હતો. આનાથી પરિણામ એ આવ્યું કે, ખરીદી નોંધપાત્ર રીતે ઘટી ગઈ હતી.રાષ્ટ્રીય હિતને પ્રાધાન્ય આપતા અને રશિયા તરફી વલણ અપનાવતા હવે ભારત રશિયા પાસેથી ફરી ક્રૂડ ખરીદે એવા અણસાર છે.

You may also like

Leave a Comment