ઈરાન અમેરિકા વચ્ચે ચાલી રહેલી લડાઈમાં હોર્મુઝ સ્ટ્રિટમાં સ્થિતિ તણાવગ્રસ્ત હતી જે હવે સંવેદનશીલ બની રહી છે. આના કારણે સમગ્ર દેશ-દુનિયામાં ક્રૂડ ઓઈલ અને ગેસની સપ્લાયને માઠી અસર પહોંચી છે. મિલાઈલ અને ડ્રોન હુમલાના માહોલમાં જહાજ ભારત આવી રહ્યા છે. ભારતીય નૌસેનાના મોનિટરિંગ અંતર્ગત આ જહાજ ભારત સુધી આવી રહ્યા છે. આવામાં ભારતે પોતાની ઓઈલ સ્ટ્રેટજીમાં મોટો બદલાવ કર્યો છે. વડાપ્રધાન મોદીએ આ વિષય પર લોકસભામાં જાણકારી આપી હતી. ભારત અગાઉ 27 દેશ પાસેથી ક્રૂડ ઓઈલની આયાત કરતો જે હવે 41 દેશ પાસેથી કરી રહ્યો છે. હોર્મુઝ ક્રિકમાંથી ક્રૂડ ઓઈલની આયાત વધી રહી છે. યુદ્ધના આ માહોલ વચ્ચે ઈરાને ભારતીય રિફાઈનરીઓને ICEબ્રેટની તુલનામાં પ્રીમિયમ પર ક્રૂડ ઓઈલ આપવાની જાહેરાત કરી છે. અમેરિકાના દબાણને કારણે ભારતે વર્ષ 2019થી ઈરાનથી કોઈ કાચુ તેલ મંગાવ્યું નથી. રિપોર્ટ અનુસાર હાઈ રિસ્ક વિસ્તાર ગણાતા હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજ કાઢવા હવે કઠીન છે. આનાથી ક્રૂડ ઓઈલના ટેન્કરનો ખર્ચ પણ વધી રહ્યો છે. યુદ્ધ પહેલા ભારતનું 88 ટકા ઓઈલ આ રસ્તેથી આવતું હતું. હવે દાયકા જૂના લોજીસ્ટિક મેપમાં ભારત ઝડપથી બદલાવ કરી રહ્યું છે. તેલ ટેન્કરની આવ-જા માટે વૈકલ્પિક રૂટનો ઉપયોગ થઈ શકે છે.ભારતે જોખમમુક્ત ક્રૂડ ઓઈલના આયાત પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. હોર્મુઝ સ્ટ્રેટને બાદ કરતા ભારત હવે બીજા રૂટથી 75 ટકા ઓઈલની આયાત કરી રહ્યું છે. યુદ્ધ પહેલા 27થી 25 લાખ બેરલ પ્રતિદિવસ ક્રૂડ ઓઈલ હોર્મુઝના રસ્તેથી ભારત આવતું હતું. જે ઈરાક, સાઉદી અરેબિયા, યુએઈ અને કવૈતથી આવતું હતું. ઓઈલ ટેન્કર પર નજર રાખતી સંસ્થા કપ્લરના રિપોર્ટ અનુસાર ભારતનો ક્રૂડ ઓઈલનો આયાત રૂટ અથવા એટલાંટિક બેસિન, અમેરિકા, પશ્ચિમ આફ્રિકા અને લેટિન અમેરિકા પાસેથી વધારી શકે છે. આ રૂટ ખાડીના 5થી 7 દિવસના સમયગાળા કરતા 25થી 24 દિવસ સુધીનો હોઈ શકે છે. લાંબા દિવસ બાદ ક્રૂડ ઓઈલ ભારતમાં આવતા સમગ્ર સપ્લાય ચેઈનને અસર થઈ શકે છે. આ ઉપરાંત લોડિંગ અને અપલોડિંગનો ખર્ચો વધી શકે છે. હવે ભારત વૈકલ્પિક રૂટ પર અમલ કરે છે તો ફરી રશિયાના ક્રૂડને પ્રાધાન્ય મળી શકે છે. રિપોર્ટ અનુસાર હાલમાં 2.5થી 3 કરોડ રશિયાઈ ક્રૂડના બેરલ હિન્દ મહાસાગરમાં તરી રહ્યા છે. ભારત અને ચીન બન્ને એના મુખ્ય ગ્રાહક દેશો છે. આ સિવાય હોર્મુઝના બાયપાસ કરવા માટે યુએઈની હબશાહ-ફુજીરાહ લાઈન અને સાઉદી અરેબિયાની પેટ્રોલિયમ લાઈન હાલ હોર્મુઝને બાયપાસ કરી ઓમાનની ખાડી અથવા રાતા સમુદ્ર સુધી પહોંચી શકે, જોકે આ રૂટની ક્રૂડ માટેની ક્ષમતા ઘણી સિમિત છે. 20 મિલિયન બેરલની જગ્યાએ 2.6 મિલિયન બેરલ પ્રતિદિવસ ક્રૂડ સપ્લાય કરી શકે છે. પેટ્રોલિયમ મંત્રાલાયના સંયુક્ત સચીવ સુજાતા શર્માએ કહ્યું હતું કે, 70 ટકા ઓઈલ એવા દેશથી આવી રહ્યું છે જેના રસ્તામાં હોર્મુઝ ક્રિક નથી આવતું.

