ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ એકવાર ફરી એન્ટ્રી મારી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ, નવસારી તેમજ સુરતમાં વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે. લાંબા વિરામ બાદ વિવિધ વિસ્તારોમાં મેઘરાજાએ જમાવટી કરી છે જેના પગલે બફરાથી લોકોને રાહત મળી હતીઅમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે. શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. અત્રે જણાવીએ કે, લાંબા વિરામ બાદ શહેરના નરોડા, કુબેરનગર, સરદારનગર, એરપોર્ટ રોડ પર વરસાદની શરૂઆત થઈ હતી. બોડકદેવ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છેસુરતમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદને લઇને પાણી ભરાયા હતાં. રિંગરોડ, ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારના રસ્તા પર ઘૂંટણ સુધી પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. રિંગરોડ,ઉધના દરવાજા,નવસારી બજાર રોડ સહિત વેસુ, અડાજણ,પારલે પોઇન્ટ,અઠવાગેટ વરાછા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે
Check Also
ચીનના ખતરનાક વાયરસને ગુજરાતમાં એન્ટ્રી અમદાવાદમાં બે મહિનાનું બાળક પોઝિટિવ
અમદાવાદ ચીનના ખતરનાક વાયરસ HMPVની ભારતની સાથે ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ચૂકી છે. 2 મહિનાના …