અમદાવાદ
આજે પણ રાજ્યમાં ગરમીનો પારો યથાવત રહેશે. હવામાન વિભાગે આજથી 8 એપ્રિલ સુધી રાજ્યમાં યલ્લો અને ઓરેન્જ એલર્ટ આપ્યું છે. આજે કચ્છ રાજકોટ અને જૂનાગઢમાં ગરમીનું યલો એલર્ટ છે. જ્યારે પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ દરિયા કિનારે ગરમી વાળા પવન ફૂંકાઈ શકે છે. ગરમી દરમિયાન લોકો પોતાનું ધ્યાન રાખે અને કામ વગર બહાર ન નીકળે તે જોવું જરૂરી આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક શહેરોના વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે. ગરમી સાથે ધૂમમ્સભર્યું વાતાવરણ જોવા મળ્યું છે. અમદાવાદ સહિત રાજ્યમાં ધૂમમ્સભર્યું વાતાવરણ છે. અમદાવાદ, રાજકોટ હાઇવે પર ધુમ્મસ અને ભેજવાળું વાતાવરણ છે. ધુમ્મસના કારણે વિઝીબિલિટીમાં ઘટાડો થયો છે. હવામાન વિભાગ દ્વારા ગરમી સાથે વરસાદની આગાહી કરાઈ છે. હાલ બેવડી ઋતુ જેવો માહોલ જોવા મળ્યો છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે.
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, છેલ્લા 24 કલાકમાં સુરેન્દ્રનગર સીઝનનું સૌથી વધુ 43.0 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું. રાજ્યના 8 જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રી પાર નોંધાયું. અમદાવાદ 40.0 ,ગાંધીનગર 39.9 ડિગ્રી તાપમાન નોંધાયું. ડીસા 42.3, વલ્લભ વિદ્યાનગર 39.7 ડિગ્રી તાપમાન નોંધાયું. વડોદરા 38.8, ભુજ 42.8 ડિગ્રી તાપમાન નોંધાયું. નલિયા 39.6 ડિગ્રી અને કંડલા 42.0 ડિગ્રી તાપમાન નોંધાયું. પોરબંદરમાં 37.0, રાજકોટ 42.7 ડિગ્રી તાપમાન નોંધાયું. કેશોદમાં 40.9, મહુવા 33.4 ડિગ્રી તાપમાન નોંધાયું. પંચમહાલના વાતાવરણમાં પણ સવારે અચાનક પલટો આવ્યો છે. વહેલી સવારથી વાદળછાયું અને ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું. ઉનાળામાં ચોમાસા જેવું વાતાવરણ છવાયેલું છે. માવઠું થાય તેવી શક્યતાઓ જોવા મળી છે. અસહ્ય ગરમી અને ઉકળાટ પણ અનુભવાય તે પ્રકારે વાતાવરણ બદલાયું. હવામાન વિભાગની આગાહી મુજબ, કેટલાક રાજ્યમાં હિટવેવની તો કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી છે. આગામી 24 કલાક વરસાદની આગાહી તો છે જ, સાથે આગામી 6 દિવસ ગરમી માટે હીટવેવની આગાહી પણ છે. પોરબંદરમાં આજથી ત્રણ દિવસ ગરમીને લઇ ઓરેન્જ અલર્ટ સાથે હિટવેવની આગાહી છે. તો કચ્છ, રાજકોટ અને, જૂનાગઢમાં યેલો અલર્ટ સાથે આગામી ત્રણ દિવસ હિટવેવની આગાહી છે. તો આગામી 24 કલાકમાં અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે.