કેરીના રસિકો માટે ખુશખબર! કેસર કેરીની આવક શરૂ, 10 કિલોનો બોલાયો આટલો ભાવ

by JAYENDRA UPADHYAY
0 comments

જૂનાગઢ
જૂનાગઢના માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું આગમન થઇ ગયું છે.. તાલાળા પંથકની કેસર કેરીના 200થી 300 બોક્સની આવક થઇ છે. 10 કિલો કેરીના બોક્સના ભાવ 1 હજારથી 1500 રૂપિયા બોલાઇ રહ્યા છે. અમરેલી, જે કેસર કેરીના ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર ગણાય છે, ત્યાં કેસર અને હાફૂસ કેરીની પધરામણી થઈ છે. અહીં બે ક્વિન્ટલ કેસર કેરીની આવક નોંધાઈ, જેનો ભાવ 3000 થી 5500 રૂપિયા સુધી બોલાયો, જ્યારે સરેરાશ ભાવ 4800 રૂપિયા રહ્યો.

 

10 દિવસ પછી માર્કેટિંગ યાર્ડમાં વધુ કેરીની આવક થશે. જો કે ગયા વર્ષની સરખામણીએ કેરીની આવક ઓછી રહેવાની સંભાવના છે. છેલ્લા 8-10 વર્ષથી ગ્લોબલ વોર્મિંગની જે નકારાત્મક અસર થઈ રહી છે તેમાં સૌથી વધારે ગીરની કેસર કેરીના ઉત્પાદનમાં પણ જોવા મળી રહી છે. દર વર્ષે કેરીના ઉત્પાદનમાં થતો ઘટાડો તેમજ વારંવાર મોર ફૂટવા, કમોસમી વરસાદ અને રોગ જીવાતની વિપરીત પરિસ્થિતિમાં ખેડૂતોને દર વર્ષે લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. માર્કેટિંગ યાર્ડના વેપારી સૂત્રોના જણાવ્યા મુજબ આ વર્ષે કેસર કેરીનું સમયસર જ આગમન થયું છે. જો કે, નિયમીત કેરીની આવક થતા હજુ બે સપ્તાહ થાય તેવી શક્યતા છે. જેમ જેમ ગરમી વધશે તેમ તેમ આગામી દિવસોમાં કેસર કેરીની આવક વધશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.  જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લામાં કેસર કેરીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. આ વખતે આંબામાં મથીયો રોગે દેખા દેના સામાન્ય કરતા કેરી થોડી મોડી આવે એવી શક્યતા સેવાઈ રહી હતી પરંતુ અમુક આંબાઓ પર કેરી આવવા લાગી છે. આ ઉપરાંત ગ્લોબલ વોર્મિંગને કારણે કેરીના પાકને ભારે નુકસાની થયું છે.

You may also like

Leave a Comment