છેલ્લા ઘણા દિવસથી ગુજરાતમાં કેટલાક અસામાજીક તત્વો દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ખેડાનાં મહુધામાં કેટલાક શખ્સો દ્વારા સોશિયલ મીડિયા પર ભડકાઉ પોસ્ટ કરી શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે મામલે શખ્સ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી પરત ફરી રહ્યો હતો. તે દરમ્યાન કેટલાક શખ્સો દ્વારા ફરિયાદી પર જીવલેણ હુમલો કર્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે ભડકાઉ પોસ્ટ કરનાર વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ આ હુમલાની ઘટનામાં મહુધા પોલીસે 100 લોકોનાં ટોળા સામે ફરિયાદ નોંધી હતી. તેમજ સમગ્ર મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરી છે. તેમજ હાલ મહુધામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.સોશિયલ મીડિયામાં ધર્મ વિરોધી કરેલી પોસ્ટ મામલે ફરિયાદ કરવા ગયા હતા. ત્યારે પોલીસ સ્ટેશનની બહાર જ પથ્થરમારો થયો હતો. જેના કારણે ફરિયાદ કરવા પહોંચેલા લોકોની ગાડીના કાચ તોડીને નુકસાન પહોંચાડ્યું હતું.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …