ભારતમાં નોરા વાયરસનો પગપેસારો દરરોજ 100 કેસ

by JAYENDRA UPADHYAY
0 comments

કોરોના વાયરસની મહામારી પૂરી થઈ ગઈ છે એવું લાગી રહ્યું છે એવામાં હવે બીજા એક વાયરસે ફરી એક વખત લોકોની ટેન્શન વધારી છે. આ વાયરસનું નામ છે નોરાવાયરસ, જેને વિશ્વમાં આતંક મચાવ્યો છે. ખાસ કરીને નોરોવાયરસ સાઉથ કોરિયામાં જોવા મળી રહ્યો છે અને મહિનાની શરૂઆતથી 1000 થી વધુ લોકો બીમાર થયા છે.હવે નોરાવાયરસનો આતંક ભારતમાં પણ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સૌથી ઝડપથી ફેલાતો નોરો વાયરસ હૈદરાબાદના લોકોને ડરાવી રહ્યો છે. રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે ત્યાં દરરોજ લગભગ 100 થી 120 કેસ નોંધાઈ રહ્યા છે. આ આંકડાને જોઈને આરોગ્ય વિભાગના અધિકારીઓ સતર્ક બન્યા છે.જો કે નોરાવાયરસના આતંકને ધ્યાનમાં રાખીને ત્યાં રહેતા લોકોને ધ્યાન રાખવા માટે કહેવામાં આવ્યું છે અને સાથે જ એમ પણ કહેવામાં આવ્યું છે કે જો થોડી સાવચેતી રાખવામાં આવે તો તેનાથી બચી શકાય છે.નોરોવાયરસનો ફેલાવો એ હૈદરાબાદ માટે નવો નથી. આ વાયરસથી બચવા માટે બહારનો ખોરાક ન ખાવો અને સાથે જ આસપાસ સાફસફાઇ રાખવી જરૂરી છે. આ સાથે જ રહેણાંક વિસ્તારોમાં સ્વચ્છતાના પગલાં પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.

You may also like

Leave a Comment