મધ્યપ્રદેશ: મૈહર પાસે મુસાફરોથી ભરેલી બસનો ભયંકર અકસ્માત થયો છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર, આ બસ ફુલ સ્પીડમાં હતી તે સમયે રસ્તા પર ઉભેલા એક ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ જેના કારણે ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કુલ 9 લોકોના કરુણ મોત નિપજ્યા છે. જ્યારે 23 જેટલા મુસાફરો આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ પણ થયા છેઅકસ્માત ખૂબ જ ભયંકર હતો જેથી મોતનો આંકડો વધે તેવી શક્યતા છે. આ બસ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજથી નાગપુર પાસે જઈ રહી હતી. બસ આભા ટ્રાવેલ્સ એજન્સીની હતી જે નાગપુર જઈ રહી હતી. નેશનલ હાઈવે 30 પર આ અકસ્માત સર્જાયો અને રોડ પર સાઈડમાં ઉભેલા ટ્રક પાસે આ બસ અથડાઈ હતી. ફુલ સ્પીડમાં બસ હોવાને કારણે ડ્રાઇવરે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો.ભયાનક અકસ્માતમાં અડધી બસ તો આગળથી ચૂરેચૂરા થઈ ગઈ હતી. જેથી તમે અંદાજો લગાવી શકો છો કે મુસાફરોની હાલત કેવી થઈ હશે. અકસ્માત બાદ ઘણા બધા મુસાફરો બસની અંદર ફસાઈ ગયા હતા. જેમને જેસીબી તેમજ ગેસ કટર દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. બસમાં આગળના મુસાફરોની હાલત સૌથી ખરાબ થઈ કારણ કે કેબીન સાથે અડધી બસના ભૂક્કા બોલાઈ ગયા હતા.આ ઘટના એટલી ભયંકર હતી કે ઘટના સ્થળ પર જ 6 લોકોના મોત નિપજ્યા હતા. બનાવને લઈને સ્થળ પર પણ મોટા પ્રમાણમાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. લોકોએ તુરંત એમ્બ્યુલન્સ બોલાવી જેમાં પહેલા તો ઘાયલોને બહાર કાઢીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને મૃતદેહોને પછી બહાર કાઢવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 9 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. જ્યારે 23 થી વધુ ગંભીર રીતે ઘાયલ છે. જેથી મોતનો આંકડો વધી શકે છે.
Check Also
રાજસ્થાનના પાલીમાં મોટી દુર્ઘટના, બાળકોને પ્રવાસે લઈ જતી બસ પલટી, 3નાં મોત
રાજસ્થાનના પાલીથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ મૃત્યુ પામી ગયા. …