આપણા ગૌરવશાળી રાષ્ટ્ર નેતા અને યશશ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ૭૩ માં જન્મદિવસ નિમિત્તે કચ્છના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભા.જ.પા ના મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા એ તેમના દિર્ઘાયુ માટે અને આવનાર વર્ષોમાં ભારત ને વિશ્વગુરૂ બનાવનાર મોદીજીને શુભકામના પાઠવતા લોકસભા પરિવાર અને કચ્છ જિલ્લા ભા.જ.પા યુવા મોર્ચા દ્વારા ‘સાંસદ ખેલ સપ્તાહ’ નું આયોજન કરેલ છે. વિશેષ માહિતી આપતા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા એ જણાવ્યું હતું કે ભારતને નવી ઉંચાઈ એ લઈ જવાના મોદીજી ના સંકલ્પને સાર્થક કરવા દેશભરમાં યુવાનોમાં થનગનાટ છે. અને તેમના જોમ અને જુસ્સાને વાંચા આપવા માટે કચ્છમાં ‘સાંસદ ખેલ સપ્તાહ’ નું આયોજન તા.૧૦/૦૯/૨૦૨૩ થી મોદીજીના જન્મદિવસ તા.૧૭/૦૯/૨૦૨૩ સુધી કરવામાં આવેલ છે. જેમાં ટ્રેકિંગ, મેરેથોન દોડ, કબડ્ડી, વોલીબોલ, બોક્ષ ક્રિકેટ, રસ્સા ખેંચ, લાંબી કુદ સ્પર્ધાઓ તથા લોક સ્વાસ્થ્ય ને ધ્યાને રાખી હેમોગ્લોબીન, બ્લ્ડ ગ્રુપ ચેકઅપ, કૃપોષિત બાળકોને કીટ વિતરણ, દિવ્યાંગ બાળકોને સાધન સહાય, બ્લડ ડોનેશન જેવા સેવા કાર્યોનું આયોજન કરવામાં આવેલ છે.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …