ચોંકાવનારી કુપ્રથા: દીકરી યુવાન થતાં પિતા બની જાય છે પતિ

 જેટલા પણ દેશ છે, તેનાથી ક્યાંય વધારે પરંપરાઓ છે. કારણ કે દરેક દેશમાં કેટલાય સમુદાય અને જનજાતિઓ હોય છે. જેની પોતાની આગવી પરંપરાઓ અને માન્યતાઓ છે. બીજા દેશોના લોકોને તે અજીબોગરીબ લાગી શકે છે. પણ જ્યાં તેનું પાલન થાય છે, ત્યાંના લોકો માટે તે ખૂબ જ ખાસ હોય છે. જો કે અમુક પરંપરા કુપ્રથા લાગે છે. આવી જ એક પ્રથા બાંગ્લાદેશની મંડી જનજાતિના  લોકોમાં હોય છે. અહીં એક પિતા, પોતાની દીકરી સાથે લગ્ન કરીને તેનો પતિ બની શકે છે.

રિપોર્ટ્સ અનુસાર, બાંગ્લાદેશની મંડી જનજાતિ સાથે જોડાયેલી એક પરંપરા ખૂબ જ ચોંકાવનારી છે અને આ કુપ્રથા સમાન બની ગઈ છે. જો કોઈ પુરુષ નાની ઉંમરમાં કોઈ વિધવા મહિલા સાથે લગ્ન કરે છે, તો એ નક્કી થાય છે કે આગળ જતાં તે પોતાની જ દીકરી સાથે લગ્ન કરી લેશે. પણ તે પોતાની અને આ મહિલા સાથે થયેલી દીકરી નહીં પણ મહિલાના પ્રથમ લગ્નથી થયેલી દીકરી સાથે લગ્ન કરે છે, જે સંબંધમાં તે પુરુષની સાવકી દીકરી માનવામાં આવશે.

નાની ઉંમરમાં જ્યારે બાળકી જે વ્યક્તિને પોતાનો પિતા માને છે, તે આગળ જતાં તેનો પતિ બને છે. આ કુપ્રથાના કારણે જ્યારે કોઈ મહિલા નાની ઉંમરમાં વિધવા બની જાય છે, અને તેની દીકરી રહે છે, તો તે શરત પર કોઈ બીજી પુરુષ સાથે લગ્ન કરે છે અને આગળ જતાં તેની દીકરી પણ તેની પત્ની બને છે અને પત્ની હોવાનો ધર્મ નિભાવે છે. આ નાતે સાવકો પિતા, પોતાની સાવકી દીકરીનો ફક્ત પતિ જ નહીં પણ તેની સાથે ફિઝિકલ રિલેશન પણ બનાવી શકે છે.

About chanchal bhuj bhuj

Check Also

ભુજમાં નવનિર્મિત આઈકોનિક એસટી બસપોર્ટનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ

કચ્છના જિલ્લા મથક ભુજ ખાતે 20 પ્લેટફોર્મ ધરાવતા આઇકોનિક એસટી બસ પોર્ટનું આજે ગુજરાતના મુખ્યમંત્રી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »