રાપર ખાતે રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો

by JAYENDRA UPADHYAY
0 comments

રાજકોટ સ્થિત માનવ સેવા એજ પ્રભુ સેવા ને વરેલી રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાપર દરીયાસ્થાન મંદિર ખાતે દર મહિને ઓગણત્રીસ તારીખ ના નેત્ર નિદાન સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવે છે તે અન્વયે આજે બોંતેર મા કેમ્પ નું આયોજન રામદેવ પીર ભરોસે ના યજમાન પદે કરવામાં આવ્યું હતું જેમાં ૧૫૦ દર્દીઓ ની તપાસ કરવા મા આવી હતી જેમાં થી ૬૫ જેટલા દર્દીઓ ને મોતીયા તથા વેલ ના ઓપરેશન રાજકોટ સ્થિત ટ્રસ્ટ ની હોસ્પિટલ ખાતે કરવામાં આવશે જેમને બસ દ્વારા આવવા જવા માટે સગવડ કરવામાં આવી છે આજે યોજાયેલા કેમ્પ મા ડો.પ્રિન્સ મહેશ્ચરી તથા લેબોરેટરી ટેકશીયન કિશનભાઇ એ દર્દીઓ ની તપાસ હાથ ધરી હતી આજે યોજાયેલા કેમ્પ નશ્રી રવિભાણ સંપ્રદાય દરીયાસ્થાન મંદિર મધ્યે 72 મો મેગા નેત્રયજ્ઞ શ્રી રણછોડરાયજી ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ ના સહયોગ થી કેમ્પ યોજાયો હતો જેમાં રસિકલાલ આદુઆણી .દિનેશ ચંદે .ભરત રાજદે શૈલેષ ભીંડે ચાંદ ભીંડે પ્રભુલાલ રાજદે વેલજીભાઇ લુહાર . વિસનજી ઠક્કર ધનસુખભાઈ લુહાર .. યજમાન પરીવાર ના રાજા ભાઇ આરેઠીયા જેઠાભાઈ ચૌધરી નિલેશ કારીયા ગોવિંદભાઈ ઠક્કર.હરેશ મજીઠીયા ડાયાભાઇ ઠાકોર દાનાભાઇ મારાજ વિગેરે એ જહેમત ઉઠાવી હતી

You may also like

Leave a Comment