મુન્દ્રા તાલુકાના લૂંણી પાસેની પાપડી પરની નદી ભારે પ્રવાહથી વહી નીકળતા એક કાર 4થી 5 ફૂટ ધસમસતા પાણીમાં તણાઈ ગઈ હતી. તણાઈ ગયેલી કાર સેંકડો ફૂટ દૂર બાવળની ઝાડીમાં ફંગોળાઈ ગઈ હતી. જેમાં 5 લોકો સવાર હતા. પાંયેય લોકો કાર ઉપર ચડી ગયા હતા અને સ્થિર અવસ્થામાં બેસી મદદની બુમો પાડી હતી. ઘટનાની જાણ મુન્દ્રા મરીન પોલીસ સુધી પહોંચી અને પીએસઆઈએ ગ્રામજનોની મદદથી દિલધડક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડી પાંચ લોકોના જીવ બચાવી લીધા હતા.
રાસ્સો કાર સાથે બાંધી રાત્રીના અંધકારમાં અને જોશભેર વહેતા પાણીના પ્રવાહ વચ્ચે એક બાદ એક એમ પાંચેય વ્યક્તિને અંદાજીત 60થી70 મિટર લાબું અંતર કાપી કિનારે લાવી બચાવી લેવાયા હતા.પીએસઆઈએ ગ્રામજનોની મદદથી દિલધડક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડી પાંચ લોકોના જીવ બચાવી લીધા હતા.