ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદની અનુશ્રામાં, મુખ્ય જિલ્લા ન્યાયધિશ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની રાહબરી હેઠળ ભુજમાં ફેમેલી કોર્ટ, લેબર કોર્ટ અને તમામ દસ તાલુકાઓમાં રાષ્ટ્રીય લોક
અદાલત યોજાઇ હતી.જેને સફળ બનાવવા જિલ્લાના તમામ ન્યાયાધિશો દ્વારા લગ્ન વિષયક તકરારના કેસો, સમાધાન કરી શકાય તેવા ફોજદારી કેસો, નજીવા ગુનાના કેસો, દિવાની દાવાઓ જેવા કે લેણી રકમના દાવા,
દરખાસ્તો, સમાધાનની શકયતા જણાઈ આવે તેવા બીજા દાવાઓ, મોટર અકસ્માત વળતરની અરજીઓ વગેરે લોક અદાલતમાં મુકી શકાય તેવા કેસો ફાઈન્ડ આઉટ કરવાની પ્રક્રિયા અગાઉથી હાથ ધરાઈ હતી.તમામ
ન્યાયાધિશો, કલેક્ટર અને અદાલતના તમામ નિવાસી અધિક કલેક્ટર, તમામ તાલુકા બાર એસોસિયેશનના હોદેદારો અને સભ્યો, પેનલ એડવોકેટો, જિલ્લા સરકારી વકીલ, મદદનીશ સરકારી વકીલો, કોર્ટના તમામ કર્મચારીઓ,
પી.જી.વી.સી.એલ, બેંકના અધિકારીઓ, ઈન્સ્યોરન્સ કંપનીના અધિકારીઓ, પૂર્વ અને પશ્ચિમ કચ્છના પોલીસ અધિકારીઓનો સહકાર મળ્યો હતો અને કુલ10000થી વધુ કેસો મુકવામાં આવ્યા હતા. તેમજ 18000 જેટલા
પ્રીલીટીગેશન કેસો મુકવામાં આવ્યા છે.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …