કચ્છ સૌરાષ્ટ્ર ને જોડતા નેશનલ હાઇવે 8 એ ઉપર આજે સવારે માળિયાના હરિપર નજીક વાહન અકસ્માતના પગલે કચ્છ તરફના માર્ગે અવરોધ ઉભો થતા ત્રણથી ચાર કલાક સુધી 8-10 કિલોમિટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. ભારે ઉકળાટ અને ગરમીના માહોલમાં ટ્રાફિક જામ વચ્ચે ફસાયેલા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.અંતે સૂરજબારી ટોલ પ્લાઝાની હાઇવે પેટ્રોલીંગની ટિમ દ્વારા અકસ્માત ગ્રસ્ત વાહનને ક્રેનની મદદથી દૂર ખસેડી ટ્રાફિકને પૂર્વવત કરવામાં આવ્યો હતો. જોકે આ સમયગાળા દરમિયાન લોકોના સમય શક્તિનો વ્યય થયો હતો.આ અંગે સ્થાનિકેથી પ્રાપ્ત વિગતો મુજબ કચ્છ ની ભાગોળે હરિપર બ્રિજ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર મોરબી તરફ જતી ટ્રક અચાનક બ્રેક થતા પાછળ રહેલું ટેન્કર તેમાં અથડાઈ પડ્યું હતું, જેને લઈ માર્ગમાં અવરોધ ઉભો થતા છેક સુરજબારી બ્રિજ સુધી 8 થી 10 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. સવારના 7.00 વાગ્યાથી 11 વાગ્યા સુધી સળંગ 4 કલાક સુધી વાહનોની કતારો જમા થઈ જતા રસ્તા વચ્ચે અટવાયેલા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. આખરે હાઇવે પેટ્રોલીંગ ની ટિમ દ્વારા માર્ગ ખુલ્લો કરાવાતા હાજર વાહન ચાલકોમાં રાહત ફેલાઈ હતી.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …