જૂનાગઢમાં સગા પિતાએ 11 વર્ષ સુધી દીકરી પર દુષ્કર્મ ગુજાર્યું

by JAYENDRA UPADHYAY
0 comments

જૂનાગઢ: જૂનાગઢ જિલ્લાના કેશોદમાં કળિયુગનો સૌથી શરમજનક કિસ્સો સામે આવ્યો છે. સગા પિતા દ્વારા પુત્રી પર પાછલા 11 વર્ષથી દુષ્કર્મ આચરાતું હોવાનો બનાવ સામે આવ્યો છે. અંતે દુષ્કર્મનો ભોગ બનનાર યુવતીએ તેની માતા અને પરિવારના અન્ય સભ્યોને સાથે રાખીને કેશોદ પોલીસ મથકમાં પિતા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. હાલમાં પોલીસે ફરાર પિતાને ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં આજે કળિયુગની પરાકાષ્ઠા સમાન સૌથી શરમજનક કિસ્સો સામે આવ્યો છે. કેશોદ તાલુકાના એક ગામની 22 વર્ષની યુવતીએ તેની માતા બહેન અને પરિવારના અન્ય સભ્યોને સાથે રાખીને તેના સગા પિતા દ્વારા પાછલા અગિયાર વર્ષથી યુવતીને જાતીય દુષ્કર્મનો શિકાર બનાવવાની ફરિયાદ નોંધાવવામાં આવતા કેશોદ પોલીસ પણ આઘાત સાથે ચોંકી ગઈ હતી. યુવતીની ફરિયાદને આધારે કેશોદ પોલીસે દુષ્કર્મ આચરનાર ફરાર પિતાની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.પાછલા 11 વર્ષથી જાતીય દુષ્કર્મનો શિકાર બનનાર યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવતા તેમાં સામેલ વિગતો અનુસાર તેના સગા પિતા ઘરમાં પરિવારના અન્ય કોઈ સભ્યો સાથે ન હોય આવા સમયે ઘરની અંદર ઘરના આસપાસના વિસ્તારમાં અને રાત્રિના સમયે તેમજ કેશોદથી રાજકોટ લઈ જઈને રાજકોટમાં પણ દુષ્કર્મ આચાર્યુ હોવાની સનસનીખેજ વિગતો સાથે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. યુવતીની પોલીસ ફરિયાદને આધારે પોલીસે ફરાર આરોપી પિતાની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. આરોપી પિતા યુવતી પર દુષ્કર્મ આચાર્ય બાદ આ ઘટનાની કોઈને પણ જાણ કરીશ તો તેની માતા-બહેનને મોતને ઘાટ ઉતારી દેવાની ધમકી આપીને 11 વર્ષથી સગી પુત્રી પર દુષ્કર્મ આચરી રહ્યો હતો.

You may also like

Leave a Comment