Breaking News

અમરેલીના વડિયા પંથકમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પાણી-પાણીચાર દિવસ વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસાનો વિધિવત્ પ્રારંભ થયા બાદ થોડા દિવસથી દક્ષિણ ગુજરાતમાં અટકી ગયું છે. જોકે હવે આગામી ત્રણ-ચાર દિવસમાં રાજ્યમાં ચોમાસું જામવાની આગાહી કરવામાં આવી છે. એની વચ્ચે આજે અમરેલીના વડિયા પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. અમરેલી ઉપરાંત વહેલી સવારે નવસારી જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યના 20 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલી જિલ્લાના વડિયા પંથકમાં બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વડિયા શહેર અને આસપાસના વિસ્તારોમાં ધોધામર વરસાદ ખાબકતાં રસ્તાઓ પર પાણી વહેતાં થયાં હતાં. મોટા ગોરખવાળા, ચાંદગઢ, લાપાળિયા, સહિતનાં ગામોમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં અનેક વિસ્તારમાં વાવણી થયા બાદ આજે સારોએવો વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો.

About JAYENDRA UPADHYAY

Check Also

નડાબેટ ખાતે રાજય કક્ષાના 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

21/06/2024 ના ગુજરાત સરકાર દ્વારા 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી ભારત પાક સરહદ પાસે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?