બેંગલુરુ પોલીસે એક એવા એક્યૂપંક્ચર થેરેપિસ્ટની ધરપકડ કરી હતી, જે સારવાર કરાવવા આવેલી મહિલાઓના કપડા ઉતરાવતો હતો. તે મહિલાઓને નગ્ન થવાનું કહીને બાદમાં તેમની સારવાર કરતો હતો. આ દરમિયાન તે છુપાઈને રાખેલા કેમેરાથી વીડિયો પણ બનાવતો હતો. કેસ નોંધાયા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને તેના મોબાઈલની તપાસ કરી. પોલીસ અધિકારી તે જોઈને ચોંકી ગયા હતા, જ્યાં આરોપીના ફોનમાંથી 50 ગંદા વીડિયો સામે આવ્યા છે.
મહિલા દર્દીઓનું યૌન ઉત્પીડન કરવાના આરોપમાં ધરપકડ થયેલા થેરેપિસ્ટનું નામ વેંકટરમન ઉર્ફ વેંકટ છે. તેમની ઉંમર 57 વર્ષ છે. તે મથિકેરેમાં પોતાનું ક્લિનિક ચલાવતા હતા. તેને બેંગલુરુ પોલીસે સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચે ગત વર્ષે નવેમ્બરમાં ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન પોલીસ અધિકારીઓને તેના ફોનમાંથી 50 ગંદા વીડિયો મળ્યા હતા. આ વીડિયો તેના ક્લિનિક પર સારવાર કરાવવા આવેલી મહિલાઓના છે.