કર્ણાટક રાજ્ય સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. સરકારે પેટ્રોલના ભાવમાં 3 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે જ્યારે ડીઝલના ભાવમાં 3.02 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો ‘કર્ણાટક સેલ્સ ટેક્સ’ (KST)માં સુધારા પછી થયો છે.રાજ્ય સરકારના નોટિફિકેશન મુજબ પેટ્રોલ પર KST 25.92% થી વધારી 29.84% અને ડીઝલ પર 14.3% થી વધારીને 18.4% કરવામાં આવ્યો છે. આ વધારા બાદ બેંગલુરુમાં પેટ્રોલની કિંમત 99.84 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 85.93 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. અન્ય સ્થળોની વાત કરીએ તો ત્યાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 94.72 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 87.62 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. જ્યારે ભોપાલમાં પેટ્રોલ 106.47 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 91.84 રૂપિયા પ્રતિ લીટર છે.
Check Also
રાજસ્થાનના પાલીમાં મોટી દુર્ઘટના, બાળકોને પ્રવાસે લઈ જતી બસ પલટી, 3નાં મોત
રાજસ્થાનના પાલીથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ મૃત્યુ પામી ગયા. …