મિઝોરમમાં રેમલ ચક્રવાતની અસરને કારણે સતત વરસાદ ચાલુ છે, એવામાં રાજધાની આઈઝોલમાં મંગળવારે સવારે ભારે વરસાદને કારણે એક પથ્થરની ખાણ તૂટી પડતાં કાટમાળ નીચે દટાઈ જતાં 10 લોકોનાં મોત થયાં છે. આ દુર્ઘટના સવારે 6 વાગે થઈ હતી.દુર્ઘટના બાદ ઘણા લોકો લાપતા હોવાના અહેવાલ છે અને પોલીસનું કહેવું છે કે કાટમાળ નીચે ફસાયેલા લોકોને બચાવવાના પ્રયાસો પણ ચાલુ છે. જો કે ભારે વરસાદને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છેકહેવામાં આવી રહ્યું છે કે મિઝોરમમાં છેલ્લા થોડા દિવસોથી વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે NDRFની ટીમને બચાવ કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રિપોર્ટ્સ અનુસાર, હંથરમાં નેશનલ હાઈવે-6 પર ભૂસ્ખલનને કારણે આઈઝોલ દેશના અન્ય ભાગોથી કપાઈ ગયો છે.
Check Also
રાજસ્થાનના પાલીમાં મોટી દુર્ઘટના, બાળકોને પ્રવાસે લઈ જતી બસ પલટી, 3નાં મોત
રાજસ્થાનના પાલીથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ મૃત્યુ પામી ગયા. …