Breaking News

રામ રહીમને પૂર્વ મેનેજર રંજીત હત્યાકાંડમાં હાઇકોર્ટે નિર્દોષ જાહેર કર્યા

ડેરા સચ્ચા સૌદા ચીફ બાબા ગુરમીત રામ રહીમ માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. ડેરાના પૂર્વ મેનેજર રંજીતની હત્યા કેસમાં ડેરા મુખીને હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. હાઈકોર્ટે સીબીઆઈ કોર્ટના નિર્ણયને રદ કર્યો છે. આ કેસમાં ડેરા પ્રમુખ સહિત પાંચ ગુનેગારોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, આ 22 વર્ષ જૂનો કેસ છે. જેમાં CBI કોર્ટે 19 વર્ષ બાદ ડેરા મુખી રામ રહીમને દોષિત જાહેર કર્યો હતો. રામરહીમ હાલમાં જેલમાં બંધ છે અને પત્રકાર હત્યા કેસ અને સાધ્વી બળાત્કાર કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે.

આપને જણાવીએ કે, રંજીત સિંહની 2002માં હત્યા થઈ હતી. મામલામાં રામ રહીમને આરોપી બનાવવામાં આવ્યો હતો. કોર્ટમાં સતત અનેક વાર સુનવણી ટળી હતી. રણજીત સિંહ ડેરાના મુખ્ય મેનેજર હતા. સીબીઆઈએ આરોપીની વિરુદ્ધ 2003માં કેસ નોંધાયો હતો અને 2007માં કોર્ટને ચાર્જ ફ્રેમ કર્યા હતા. નોંધનીય છે કે ગુરમીત રામ રહીમને સાધવીઓના યૌન શોષણના મામલામાં પહેલા જ 20 વર્ષની સજા થઈ ચૂકી છે અને પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યાકાંડમાં તે ઉંમરકેદની સજા કાપી રહ્યો છે.

About JAYENDRA UPADHYAY

Check Also

યુપીમાં ટ્રેજેડી / ભોલે બાબાના સત્સંગમાં નાસભાગ થતાં 50 લોકોના મોત, સેંકડો બેહોશ થતાં વધશે આંકડો

હાથરસના રતિભાનપુરમાં સત્સંગ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. નાસભાગને કારણે 50થી વધુ લોકોના મોત થયાં …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?