શેર બજારમાં આજે દિવસભર તેજી જોવા મળી હતી.. પરંતુ બંધ થવાના સમયે શેર બજાર ગગડ્યુ હતું.આજે બીએસઇ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટીએ પણ નવી રેકોર્ડ ઉંચાઈ હાંસલ કરી હતી. સેન્સેક્સ પ્રથમ વખત 76,000 નો આંકડો વટાવી ગયો હતો. બીજી તરફ નિફ્ટી પાછળ રહ્યો ન હતો અને 23110ની સપાટીને પાર કરી ગયો હતો. વૈશ્વિક બજાર પ્રત્યે રોકાણકારોના સકારાત્મક વલણ અને લોકસભાની ચૂંટણીના પરિણામોને કારણે શેરબજારમાં સતત ઉછાળો આવી રહ્યો હતો. નિફ્ટી મિડકેપ પણ પ્રથમ વખત 53000ના સ્તરને પાર કરી ગયો હતો.
Check Also
રાજસ્થાનના પાલીમાં મોટી દુર્ઘટના, બાળકોને પ્રવાસે લઈ જતી બસ પલટી, 3નાં મોત
રાજસ્થાનના પાલીથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ મૃત્યુ પામી ગયા. …