રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં ATSની મોટી કાર્યવાહી 214 કરોડનું 31 કિલો ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું

ગુજરાતમાં ડ્રગ્સ પકડાવવાનો સિલસિલો યથાવાય રહ્યો છે. ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્કોડ દ્વારા રાજકોટમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં સ્થાનિક પોલીસને ઊંઘતી ઝડપીને ATSની ટીમે રાજકોટ જિલ્લાના ન્યારા ગામ નજીક દરોડા પાડીને રૂ. 214 કરોડની કિંમતનો 31 કિલો હેરોઈનને જપ્ત કર્યો છે.ATS પીઆઇ જે. એન. ચાવડાના કહેવા અનુસાર, દરિયા સીપ સિવાય સૌરાષ્ટ્ર કચ્છમાંથી આટલો મોટો હેરોઇન જથ્થો સૌથી પહેલીવાર ઝડપાયો જે ATS માટે ખુબ મહત્વનું છે. આ ડ્રગ્સ પાકિસ્તાનથી આવ્યું છે અને પ્રાથમિક માહિતીમાં જાણવા મળી રહ્યું છે કે, પાકિસ્તાનથી દરિયાઇ માર્ગે કચ્છ અને કચ્છથી રાજકોટ જિલ્લાના પડઘરી તાલુકામાં પહોંચ્યું હતું. આ ડ્રગ્સ અહીંથી દિલ્હી તરફ સપ્લાય કરવામાં આવવાનું હતું.ATSના અધિકારીના જણાવ્યા અનુસાર, ડ્રગ્સનો જથ્થો ન્યારા ગામની બાજુમાં એક અવાવરૂ જગ્યાએ પડ્યો હતો અને જે નાઇજીરિયનની અટકાયત કરવામાં આવી છે તે પાકિસ્તાનીઓ તરફથી ભારતમાં સપ્લાય કરતો હતો. હાલ અમે તેને રાજકોટથી અમદાવાદ લઇને આવી રહ્યા છીએ.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર દિલ્હી ખાતેથી નાઇજીરિયન શખ્સ ઇકવું નાઈફ મર્સીની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પૂછપરછ દરમ્યાન એવું સામે આવ્યું હતું કે, પાકિસ્તાનથી 31 કિલો હેરોઇનના જથ્થાની રાજકોટ ખાતે હેરાફેરી કરવામાં આવી છે. અને તેને દિલ્હી ખાતે નાઈઝીરીયન આરોપી ઇકવુને પહોંચાડવાનો છે.આ મામલાએ પોલીસે તેની આકરી પુછપરછ કરતા સામે આવ્યું હતું કે, કુલ રૂપિયા 214 કરોડનો 31 કિલો હેરોઇનનો જથ્થો રાજકોટ જિલ્લાના પડઘરી તાલુકામાં આવેલ ન્યારા ગામમાં છુપાયેલો છે. જેને પગલે ગત ગુરુવારની રાત્રે ATSની ટીમ રાજકોટ જિલ્લાના પડધરી ગામમાં પહોંચી હતી અને આરોપીએ જણાવેલ ન્યારા ગામમાંથી રૂપિયા 214 કરોડની કિંમતના કુલ 31 કિલો હિરોઈનના જથ્થાને જપ્ત કર્યો હતો.

About JAYENDRA UPADHYAY

Check Also

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં 10 લોકોનાં મોત

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં 10 લોકોનાં …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »