પાકિસ્તાન ચક્રવાતી તોફાન બિપોરજોયના (Cyclone Biparjoy) તોફાનથી થતી તબાહીને તે વેઠી શકશે નહીં. બ્લૂમબર્ગના એક રિપોર્ટમાં તેનો ઉલ્લેખ કર્યો છે. તેમાં કહેવાયું છે કે, દેવાળીયા થવાથી બચવા માટે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષથી લોન લેવા માટે વારંવાર આજીજી કરી રહ્યા છે. બ્લૂમબર્ગે કહ્યું છે કે, પાકિસ્તાનને નાણાકીય વર્ષ 2024 માટે લગભગ 22 બિલિયન ડોલરનું બહારની લોન ચુકવવાની થશે, જે આગામી મહિને જૂલાઈ 2023થી શરુ થઈ રહ્યું છે. પાકિસ્તાનનો આર્થિક વૃદ્ધિદર 0.29 ટકા નીચે ગયો છે. જે દેશના ઈતિહાસમાં સૌથી નીચલા દરમાંથી એક છે.
બ્લૂમબર્ગે માન્યું છે કે, પાકિસ્તાન પ્રાકૃતિક આપદાઓને સામનો કરવા માટે સક્ષમ નથી. બિપરજોયના નિવારણ માટે પણ તેમની સામે પર્યાપ્ત સાધનો નથી. પહેલા પણ પાકિસ્તાન પ્રાકૃતિક આપદાના નિવારણ માટે નિષ્ફળ રહ્યું છે. 2022માં આવેલ ભીષણ પુરથી 1700 લોકોના જીવ ગયા હતા. જ્યારે તેનાથી કરોડો રૂપિયાનું નુકસાન પણ થયું હતું. હવે ચક્રવાતી તોફાન બિપોરજોયથી જો પાકિસ્તાનમાં તબાહી આવશે, તેની ભરપાઈ થઈ શકશે નહીં.