જામનગર શહેરની સાધનાકોલોની વિસ્તારમાં એક ત્રણ માળની રહેણાંક ઈમારત ધરાશાયી થતા કેટલાક લોકો દટાયા હોવાની આશંકા છે. ફાયરબ્રિગેડ દ્વારા હાલ ઘટનાસ્થળ પર પહોંચી કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જામનગરની સાધનાકોલોની વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડના મકાનમાં M-69 બ્લોક આજે સાથે ધડાકાભેર તૂટી પડ્યો હતો. આ બ્લોકમાં એક ફ્લોર પર બે ફ્લેટ હોવાનું જાણવા મળ્યું છે. એટલે કે ત્રણ ફ્લોર પરના 6 ફ્લેટ ધરાશાયી થયેલા છે. મોટાભાગના મકાનમાં લોકો હાલ વસવાટ કરતા હોવાનું જામવા મળ્યું છે. આ મકાન 25 વર્ષ કરતા વધુ જૂના છે.ત્રણ માળની ઈમારત ધરાશાયી થવાના કારણે કાટમાળમાં કેટલાક લોકો દટાયાની પૂરતી શક્યતા છે. જેથી હાલ જેસીબીની મદદથી કાટમાળ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને ઘટનાસ્થળ પર 5થી વધુ 108 તૈયાર રાખવામાં આવી છે.
