આપણાં પાડોશી રાજ્ય રાજસ્થાનમાં આ વખતે ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. પશ્ચિમ રાજસ્થાનના ફલોદીમાં તાપમાન 50 ડિગ્રીએ પહોંચી ગયું હતું. જેના કારણે શરીરમાં બળતરા થવા લાગી. રાજસ્થાનના ફલોદીમાં જ નહીં પરંતુ તેની નજીકના બાડમેર અને જેસલમેરમાં પણ તાપમાન 48 ડિગ્રીને પાર કરી ગયું હતું. શનિવારે આકરી ગરમીમાં વધુ આઠ લોકોએ જીવ ગુમાવ્યા છે. આખી મરુધરા તપેલીની જેમ બળી રહી છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે. બે-ત્રણ દિવસ સુધી આ જીવલેણ ગરમીથી રાહત નહીં મળે,તેથી લોકોએ સાવચેત રહેવું જોઈએ અને જરૂરી સાવચેતી રાખવી જોઈએ.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ફલોદીમાં શનિવારે તાપમાન 50 ડિગ્રીએ પહોંચી ગયું હતું જેણે તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા, તે સામાન્ય કરતાં 6.9 ડિગ્રી વધારે હતું. આ સાથે જ આજુબાજુના જેસલમેર, જોધપુર અને બાડમેર ઉપરાંત બિકાનેર, ગંગાનગર, ચુરુ અને કોટામાં ભારે ગરમીને કારણે લોકો અને પશુ-પક્ષીઓ નબળા પડી ગયા હતા. આકરી ગરમીમાં હીટસ્ટ્રોકના કારણે વધુ આઠ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ પહેલા શુક્રવારે પણ 8 લોકોના મોત થયા હતા. ગુરુવારે ગરમીના કારણે 12 લોકોના મોત થયા હતા. એ અલગ વાત છે કે હજુ સુધી તેમનું મોત ગરમીના કારણે થયું હોવાનું સરકારે માન્યું નથી. શનિવાર સુધી સરકારે સ્વીકાર્યું છે કે હીટ સ્ટ્રોકના કારણે માત્ર 6 લોકોના મોત થયા છે.
Check Also
રાજસ્થાનના પાલીમાં મોટી દુર્ઘટના, બાળકોને પ્રવાસે લઈ જતી બસ પલટી, 3નાં મોત
રાજસ્થાનના પાલીથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ મૃત્યુ પામી ગયા. …