સરહદી વિસ્તાર કચ્છમાં આજે સવારના સમયમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે. 2001ના વિનાશક ભૂકંપ બાદ જિલ્લામાં ભૂકંપના નાના નાના આંચકાઓનો સિલસિલો અવિરતપણે ચાલુ રહ્યો છે. આજે કચ્છના વાગડ વિસ્તારમાં સવારે 8:14 કલાકે 3.7ની તીવ્રતા સાથેના ભૂંકપના આંચકાના કંપનની અસર થઈ હતી. ભૂકંપનો કેન્દ્રબિંદુ રાપરથી 18 કિલોમીટર દૂર સાઉથ વેસ્ટમાં નોંધાયો છે.કે કચ્છના ખાવડા વિસ્તારમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ સક્રિય ફોલ્ટ લાઈન પર જ નોંધાઈ રહ્યા છે. તેમજ પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં ભચાઉ પાસે આવેલ ભૂકંપની ફોલ્ટ લાઈન પર અવારનવાર 1.0 થી 4.0ની તીવ્રતાના આંચકાઓ પણ નોંધાઈ રહ્યા છે. આમ તો ખાસ કરીને વાગડ વિસ્તારના ભચાઉ, રાપર, દુધઈની આસપાસના વિસ્તારમાં અવારનવાર આંચકાઓ અનુભવાતા હોય છે. આજે સવારે ફરી પૂર્વ કચ્છના રાપર વિસ્તાર પાસે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …