Breaking News

ભૂજ – નખત્રાણા ૪૫ કિ.મી. રોડ ફોર લેન હાઈ સ્પિડ કોરીડોર તરીકે વિકસાવાશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મહત્વના પ્રવાસન સ્થળોને જોડતા માર્ગો સહિતના અગત્યના માર્ગોના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનો અભિગમ અપનાવ્યો છે.

આ હેતુસર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભૂજથી નખત્રાણા સુધીનો ૪૫ કિલો મીટર રોડ ફોર લેન હાઈ સ્પિડ કોરીડોર તરીકે વિકસાવવા માટેનો પ્રોજેક્ટ હાથ ધરવા રૂ.૯૩૭ કરોડ મંજુર કર્યા છે.

હાલની સ્થિતીએ ૧૦ મીટર પહોળાઈનો આ માર્ગ હાઈ સ્પિડ કોરીડોર થવાથી સુપ્રસિધ્ધ તીર્થ સ્થળ માતાના મઢ તેમજ નારાયણ સરોવર અને ધોરડો તથા સફેદ રણ જેવા પ્રવાસન સ્થળે આવાગમન માટે ભવિષ્યમાં વધુ સુગમતા થશે.

એટલું જ નહિ, આ રસ્તો આંતરરાષ્ટ્રિય સરહદ અને પાનન્ધ્રો લિગ્નાઈટ માઈન્સને જોડતો સૌથી મહત્વનો માર્ગ હોવા ઉપરાંત આ અંતરિયાળ જિલ્લાને રાજ્યના અન્ય જિલ્લાઓ તેમજ દેશના અન્ય રાજ્યોના જિલ્લાઓ સાથે જોડતો રસ્તો પણ છે.

આમ, ૪૫ કિ.મી.નો આ ભૂજ-નખત્રાણા માર્ગ ફોર લેન હાઈ સ્પિડ કોરીડોર થવાથી સરળ, ઝડપી અને ઈંધણ બચત યુકત યાતાયાત ભવિષ્યમાં શક્ય બનશે.

About JAYENDRA UPADHYAY

Check Also

ભુજમાં પોલીસને કોમ્બીંગ દરમ્યાન સ્કોર્પીઓમાંથી હથીયારો સાથે સોનાચાંદીના દાગીના મળ્યા

રાજ્યના પોલીસવડાએ અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા તમામ પોલીસ મથકોને 100 કલાકમાં યાદી તૈયાર કરી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?