પશ્વિમ કચ્છના ઔધોગિક પંથક મુન્દ્રા વિસ્તારમાં ગત રાત્રે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી, જેમાં સામ સામે બે કાર ધડાકાભેર અથડાઈ પડી હતી. આ અકસ્માતમાં ક્રેટા કારમાં સવાર બે યુવકોને સારવાર મળે તે પહેલા જ કરુણ મૃત્યુ નિપજયા હતા. બનાવની ખબરથી અરેરાટી ફેલાઈ છે. ઘટના અંગે મુન્દ્રા મરીન પોલીસે અકસ્માતની પ્રાથમિક નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.મુન્દ્રા મરીન પોલીસ દફ્તરેથી પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર ગત રાત્રીના 9 વાગ્યાના અરસામાં ક્રેટા કાર અને અલ્ટો કારની વડલા નજીકના ધોરીમાર્ગ પર સામ સામે જોરદાર ટક્કર થઈ હતી, જેમાં મુન્દ્રાથી આદિપુર જઈ રહેલી ક્રેટા કારમાં સવાર આદિપૂરના 32 વર્ષીય રવિ ગોસ્વામી અને કીડાણા ગામના 26 વર્ષીય(આશરે) મયૂર સોલંકી નામના યુવકોના ગંભીર ઇજાઓના કારણે કરુણ મૃત્યુ નિપજયા હતા.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …