રાપરના ચિત્રોડ રોડ ખાતેના સ્વામિનારાયણ ગુરુકુળ સંકુલમાં આજે આયોજિત ઇ- લોકાર્પણનો કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની પરોક્ષ હાજરી વચ્ચે યોજાયો હતો. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઇ- લોકાર્પણનો કાર્યક્રમ પીએમ મોદીના હસ્તે યોજાયો હતો જેમાં લોકોની ભારે સંખ્યા જોવા મળી હતી. આ વેળાએ તંત્રના આયોજન હેઠળ પીએમ આવાસ યોજના, ડો આંબેડકર આવાસ યોજના અને પંડિત દિનદયાળ આવાસ યોજનાના લાભાર્થીઓને ચાવી અર્પણ કરાઈ હતી.રાપરના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અન્યવે વર્ષ 2016-17 થી 2023-24 સુધીમાં કુલ 1520 આવાસો મંજુર કરી, કુલ રૂ. 18.24 કરોડની રકમ લાભાર્થીઓને ચૂકવવામાં આવી છે. આગામી સમયમાં સંભવિત 1500 જેટલા લોકોને આવાસ યોજનાઓ લાભ મળી શકે છે. આ માટે પીએમ મોદી, સીએમ પટેલ અને રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા તેમજ સમગ્ર વહીવટી તંત્રનો ઉમદાઉદેશ્ય હોઈ, આગામી ટૂંક સમયમાં આવાસ એપ ચાલુ થયા બાદ બાકી રહેલા તામામ લાભાર્થીઓને આવાસ યોજનાનો લાભ મળે તે માટે સરકાર તત્ત્પર હોવાનું પીએમએ જીવંત પ્રસારણના માધ્યમથી જણાવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન ભચાઉ પ્રાંત અધિકારી બાલમુકુંદ સુર્યવંશી, તાલુકા વિકાસ અધિકારી એ.આર.ત્રિવેદી,મામલતદાર એ.એમ.પ્રજાપતિ, મદથનીશ તાલુકા વિકાસ અધિકારી હુશેન જીએજા, ભુપતદાન ગઢવી, તાલુકા પંચાયત પ્રમુખ કેસરબેન બગડા, ઉપપ્રમુખ ભાવેશ પટેલ, કારોબારી ચેરમેન જયદીપસિંહ જાડેજા, રાપર તાલુકા ભાજપના પ્રમુખ નશા દૈયા, શહેર ભાજપ પ્રમુખ ઉમેશ સોની, હમીરજી સોઢા, કિશોર મહેશ્વરી, વણવીર સોલંકી, રાજુભા જાડેજા, કૌશિક બગડા, મહામંત્રી મેહુલ જોશી, લાલજી કારોત્રા, ભિખુભા સોઢા, ચીફ ઓફિસર રવાજી જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજી વરચંદ, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો કે.પી.સ્વામી, સર્વમંગલસ્વામિ, મહેન્દ્રસિંહ વાઘેલા, ડોલર ગોર, રામજી સોલંકી, પ્રદિપસિંહ સોઢા, રામજી ચાવડા વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …